×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિકેટ સટ્ટાબાજો પર IT વિભાગની સૌથી મોટી કાર્યવાહી, 100 કરોડથી વધુના કાળા નાણાનો ખુલાસો

- પાંચ દિવસ સુધી ચાલી હતી આઈટી વિભાગની કાર્યવાહી 

- બિકાનેર અને જોધપુરમાં ડઝનબંધ સ્થળોએ પાડવામાં આવ્યા હતા દરોડા

- ઓપરેશન દરમિયાન દોઢ કરોડથી વધુની રોકડ મળી આવી હતી 

- આ દરોડામાં 15થી વધુ અઘોષિત લોકર મળી આવ્યા 

નવી દિલ્હી,તા.7 નવેમ્બર 2022,સોમવાર

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે ક્રિકેટના સટ્ટાબાજો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરીને તેમની કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિનો ખુલાસો કર્યો છે. IT વિભાગે બિકાનેર અને જોધપુરમાં આ કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે ક્રિકેટ સટ્ટા સાથે સંબંધિત ઘણા જૂથો પર દરોડા પાડીને ગભરાટ ફેલાવ્યો હતો. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં કાળું નાણું બહાર આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા પાંચ દિવસની કાર્યવાહીમાં, ક્રિકેટ સટ્ટાબાજીના જૂથો પાસેથી 100 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગે ક્રિકેટ સટ્ટાબાજીમાં સંડોવાયેલા લોકોની રૂ. 70 કરોડની અઘોષિત આવક સ્વીકારી છે. આ દરોડામાં આવકવેરા વિભાગને 15થી વધુ અઘોષિત લોકર મળી આવ્યા છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રોકડ અને ઝવેરાત બહાર આવવાની ધારણા છે. બિકાનેર, નોખા અને જોધપુરમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રૂ.1.25 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.