×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું


- આમ આદમી પાર્ટી એ અત્યાર સુધીમાં કુલ 139 ઉમેદવાર જાહેર કર્યા છે

અમદાવાદ, તા. 05 નવેમ્બર 2022, શનિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ વધુ એક વખત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી એ અત્યાર સુધીમાં કુલ 139 ઉમેદવાર જાહેર કર્યા છે.

1. વાવથી ડોક્ટર ભીમ પટેલ

2. ઠક્કરબાપાનગરથી સંજય મોરી

3. બાપુનગરથી રાજેશભાઈ દીક્ષિત

4. દસ્કોઈથી કિરન પટેલ

5. ધોળકાથી જાત્તુબા ગોલ

6. ધાંગધ્રાથી વાગજીભાઈ પટેલ

7. વિરમગામથી કુંવરજી ઠાકોર

8. માણાવદરથી કરશન બાપુ ભદ્રકા

9. ધારીથી કાંતિભાઈ સતાસિયા

10. સાવરકુંડલાથી ભરત નાકરની

11. મહુવા અમરેલીથી અશોક જોલિય

12. તળાજાથી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

13. ગઢડાથી રમેશ પરમાર

14. ખંભાતથી ભરતસિંહ ચાવડા

15. સોજીત્રાથી મનુભાઈ ઠાકોર

16. લીમખેડાથી નરેશ પુનાભાઈ બારીયા

17. પાદરાથી જયદીપસિંહ ચૌહાણ

18. વાગરાથી જયરાજ સિંઘ

19. અંકલેશ્વરથી અંકુર પટેલ

20. માંગરોળ બારડોલીથી સ્નેહલ વસાવા

21. સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે.એક બાદ એક મોટી લોભામણી જાહેરાતો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી રહી છે. આજે આપએ 10મી યાદી જાહેર કરી છે

આ આગાઉ આમ આદમી પાર્ટીએ 118 ઉમેદવારો જાહેર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીના નામ થોડા દિવસ માં જાહેર થશે.