×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

75 વર્ષથી ઉપરના, ધારાસભ્યોના સંબંધીને ટિકિટ નહિ: ભાજપની જાહેરાત


- પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે નિવેદન આપ્યું 

- જ્ય નારાયણ વ્યાસે અમને રાજીનામું આપ્યું છે અને અમે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે: સી આર પાટિલ

અમદાવાદ, તા. 05 નવેમ્બર 2022, શનિવાર

ભાજપ પાર્લામેન્ટરીની ઉમેદવારો પસંદ કરવા માટે બેઠક ચાલી રહી છે આ બેઠકનો આજે અંતિમ દિવસ છે ત્યારે  ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે,   ભાજપ કોઈ પણ નેતાના સગાને ટીકીટ આપશે નહીં તેમજ  ભાજપ દ્વારા  75 વર્ષથી વધુ વયના કોઇ પણ ઉમેદવારને  ટીકીટ આપશે નહીં. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નેતાઓના કોઈ પણ સબંધીઓને ટિકીટ નહીં મળે. ભાજપે જાહેરાત કરી છે કે, 75 વર્ષથી ઉપરના ધારાસભ્યોના સંબંધીને ટિકિટ નહિ મળે. 

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે નિવેદન આપ્યું છે કે, 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકીટ નહીં આપી શકે. જ્ય નારાયણ વ્યાસે અમને રાજીનામું આપ્યું છે અને અમે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. 

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકીય ગતિવધિઓ થઈ રહી છે એક બાજુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું હતું. જય નારાયણ વ્યાસે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ હવે રાજીનામું આપી દીધું છે. 

વધુ વાંચો: પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું

જય નારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા હવે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે થોડા દિવસ અગાઉ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, તેઓ ભાજપ છોડી શકે છે.