×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પસંદગી પછી AAPના CM ઉમેદવાર શું બોલ્યા?


નવી દિલ્હી, તા. 4 નવેમ્બર 2022 શુક્રવાર

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવી છે. 

ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પસંદગી પછી ઈસુદાન ગઢવી શું બોલ્યા?

ખેડૂતો અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ખેડૂતો મારો પ્રાણ છે. હું ઈશ્વરને હંમેશા પ્રાર્થના કરું છું કે મારે કંઇ નથી જોઈતું . ગુજરાતની પીડા ઓછી થાય તે જ પ્રાર્થના છે. કોરોનામાં ગુજરાતની હાલત ખરાબ હતી. મારા પર ખૂબ જ જવાબદારી હતી. જેથી મેં મારી જોબ છોડી.

ગોપાલ ઇટાલિયા અને ગુલાબ સિંહ મારી જોડે આવ્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો હતો કે રાજનીતિમાં આવો. મેં કહ્યું કે મારા પરિવારમાં કોઈ સરપંચ પણ નથી. અરવિંદ કેજરીવાલ રાજનીતિમાં આવ્યા પછી દિલ્હીની હાલત સુધરી. રાજનીતિમાં આવવું એ લોકોની મજબૂરી છે શોખથી કોઈ રાજનીતિમાં નથી આવતું. અરવિંદ કેજરીવાલ ઇન્કમટેક્સ ઓફિસર હતા.

વધુ વાંચો: ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવી, કેજરીવાલની જાહેરાત

રાજનીતિ મારો શોખ નથી મારી મજબૂરી છે. ગુજરાતની જનતાનું દુઃખ જોઈને રાજનીતિમાં આવ્યો છું. પહેલા ખેડૂતો માટે સમાચાર પત્રમાં એક કોલમ પણ છાપવામાં નહતું આવતું મે ખેડૂતો માટે શૉ શરૂ કર્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે કીચડ સાફ કરવા માટે કીચડમાં ઉતરવું પડશે. મારા પિતાની સેવા કરવા માટે મે નોકરી છોડી હતી. મારા પિતા એ મારી પાસે વચન માગ્યું હતું કે તું ફરી નોકરી કર. મારા પિતાના દેહાંત પછી મે ફરી નોકરી શરૂ કરી. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું. 


ઈસુદાન ગઢવી તેમના પિતાને યાદ કરી ભાવુક થયા.

ગુજરાતની પહેલી પાર્ટી એવી છે કે જેમણે 33 વર્ષના યુવાનને પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે. મારા શરીર માં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી ગુજરાત ની જનતા ની સેવા કરીશ. પાંચ વર્ષ માં કોઈ બદલાવ નહિ થાય તો હું રાજનીતિ છોડી દઈશ. ગુજરાતમાં આપની સરકાર બનશે તો ગુજરાતની સાડા છ કરોડ જનતા એક સાથે મુખ્યમંત્રીના શપથ લેશે. જો પાંચ વર્ષમાં તમને ન લાગે તો લાત મારીને અમને ભગાડી દેજો.


ઈસુદાન ગઢવીના માતાએ જય માં મોગલ અને જય દ્વારકાધીશ કહીને જણાવ્યું કે, માતાજી તેને આર્શીવાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આર્શીવાદ આપજો. 


ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવીના પત્ની હિરલ ગઢવીએ કહ્યું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.

પંજાબમાં ભાગવત માનને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કર્યા ત્યારે કુલ 21 લાખ જેટલા લોકોએ પોતાનો અભિપ્રાય આમ આદમી પાર્ટીને આપ્યો હતો. ગુજરાતમાં 16.50 લાખ જેટલા લોકોએ અભિપ્રાય આપ્યો છે. તેમાંથી 73 ટકા લોકોએ પત્રકારત્વમાંથી રાજકરણમાં આવેલા ઇશુદાન ગઢવીની તરફેણ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવી કૃષ્ણ નગરી દ્વારકા બેઠક ઉપરથી લડે તેવી શક્યતા છે. અહીં નોંધવું પડે કે દ્વારકા બેઠક માટે તા. 1 ડિસેમ્બરના મતદાન થશે.