નવા વર્ષે ખુલ્લો મુકાયેલ મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, ૪૦૦ લોકો નદીમાં પડ્યા, મોતનો આંકડો ભાયાનક

નવા વર્ષે ખુલ્લો મુકાયેલ મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, ૪૦૦ લોકો નદીમાં પડ્યા, મોતનો આંકડો ભાયાનક

ગુજરાતમા નવા વર્ષે મોટી હોનારાત સર્જાઈ છે. રવિવારે મોરબીનો તાજેતરમાં ખુલ્લો મુકાયેલ ઝૂલતો પુલ તૂટ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અનેક લોકો પુલ પરથી નીચે પટકાયા છે. ઘટના સમયે અંદાજે ૪૦૦ જેટલા લોકો પુલ પર હતા.

આ હોનારતમાં ૧૦૦ થી વધુ લોકો મચ્છુમાં પડ્યાની આશંકા સેવાઈ રહી છે 

ઘટનાની જાણ થતા તંત્ર અને પોલિસ ઘટનાસ્થળે પહોંચીને છે અને લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સૌથી ચોકાવનારી વાત એ છે કે નવા વર્ષે જ પુલ ખુલ્લો મૂકાયો છે. નવા વર્ષ જ સમારકામ બાદ પુલ ખુલ્લો મૂકાયો હતો. છેલ્લા છ  મહિનાથી વધારે આ પૂલ બંધ રહ્યો હતો.

Share: