રાહુલ એટલે ભારત અને ભારત એટલે રાહુલઃ યુપીના નવા કોંગ્રેસ અધ્યક્ષ

રાહુલ એટલે ભારત અને ભારત એટલે રાહુલઃ યુપીના નવા કોંગ્રેસ અધ્યક્ષ

નવી દિલ્હી,તા.9.ઓક્ટોબર,2022 રવિવાર

યુપીમાં નવા નિમાયેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બ્રજલાલ ખાબરીએ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરવામાં તમામ હદો વટાવી દીધી હતી.

ઉત્સાહમાં આવીને ખાબરીએ ત્યાં સુધી કહી દીધુ હતુ કે, રાહુલ ગાંધીનો અર્થ  ભારત છે અને ભારતનો મતલબ થાય છે રાહુલ ગાંધી.રાહુલ દેશ અને બંધારણને બચાવવા માટેના મિશન પર એટલે કે ભારત જોડો યાત્રાએ નિકળ્યા છે.

ખાબરીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કરેલી ઉપરોક્ત ટિપ્પણીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દેવકાંત બરુઆની ટિપ્પણીની યાદ દેવડાવી હતી.બરુઆએ કહ્યુ હતુ કે, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયા..

ખાબરીએ કહ્યુ હતુ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ યુપીની તમામ 80 બેઠકો પર જીત મેલવવા માટેની નીતિ બનાવી રહી છે.દેશ માટે રાહુલ ગાંધી કમર કસી ચુકયા છે.લાખો લોકો આજે તેમની સાથે ચાલી રહ્યા છે.

રાહુલ ગાંધીની યાત્રા યુપીમાં માંત્ર એક જિલ્લામાંથી કેમ પસાર થવાની છે તે સવાલના જવાબમાં ખાબરીએ કહ્યુ હતુ કે, ભારત માત્ર જિલ્લો નથી પણ રાજ્યોનો સમૂહ છે.રાહુલ ગાંધી 13 રાજ્યોમાંથી પદયાત્રા કરીને પસાર થવાના છે અને તેમુ લક્ષ્ય મોટુ છે.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી યુપીમાંથી ચૂંટણી લડશે કે નહીં તે તો સમય જ બતાવશે.હું હંમેશા કહેતો રહ્યો છું કે, પ્રિયંકા ગાંધીએ પણ આગળ આવવુ જોઈએ અને જો સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે તો નિશ્ચિત પણે જીતશે.

Share: