મુલાયમસિંહની હાલત વધારે નાજુક, કિડનીમાં ઈન્ફકેશન, લાઈફ સેવિંગ ડ્રગ્સથી સારવાર

મુલાયમસિંહની હાલત વધારે નાજુક, કિડનીમાં ઈન્ફકેશન, લાઈફ સેવિંગ ડ્રગ્સથી સારવાર

નવી દિલ્હી,તા.9.ઓકટોબર,2022 રવિવાર

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની હાલત વધારે નાજુક બની છે.આ વાતની જાણકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી મુલાયમસિંહ યાદવ ગુરુગ્રામની હોસ્પિટલમાં છે અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ્સ પર છે.તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.ડોકટરોની વિશેષ ટીમ તેમના પર નજર રાખી રહી છે.

શનિવારે પણ પૂર્વ સીએમ અખિલેશ યાદવ પિતાની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.દરમિયાન હોસ્પિટલનુ કહેવુ છે કે, મુલાયમસિંહ યાદવની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તેમનુ ક્રિએટનિન લેવલ વારંવાર ખોરવાઈ રહ્યુ છે.

82 વર્ષના મુલાયમસિંહ યાદવને ગયા રવિવારે શ્વાસ લેવામાં તકલીફ પડવાની તેમજ લો બ્લડ પ્રેશરની સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં જ છે.

Share: