સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું ઇટાલીમાં નિધન

સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું ઇટાલીમાં નિધન

નવી દિલ્હી,તા.31 ઓગસ્ટ 2022 બુધવાર 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની માતાનું 27 ઓગસ્ટના રોજ ઇટાલીમાં અવસાન થયું હતું અને મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, “સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું (Paola Maino)27 ઓગસ્ટ (શનિવાર)ના રોજ ઇટાલીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ગઈકાલે અંતિમ સંસ્કાર થયા હતા.

નોંધનીય છે કે સોનિયા ગાંધી હાલ મેડિકલ તપાસ માટે વિદેશમાં છે. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ છે. 

મહત્વનું છે કે, 24 ઓગસ્ટે કોંગ્રેસે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને  પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જવાના છે. તેમજ નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા પોતાના બીમાર માતાને જોવા જશે. 

Share: