ગુજરાત રમખાણો: SCએ ગુજરાત પોલીસના બદલે CBI તપાસની માંગણીની અરજી રદ્દ કરી

ગુજરાત રમખાણો: SCએ ગુજરાત પોલીસના બદલે CBI તપાસની માંગણીની અરજી રદ્દ કરી

નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુજરાત રમખાણ સાથે સબંધિત મામલે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતા બધા કેસની સુનાવણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 9 કેસમાંથી 8 કેસમાં નિર્ણય આવી ચૂક્યો છે. નરોદા ગ્રામ મામલે ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે. આ મામલે કાયદા મુજબ કાર્યવાહી ચાલશે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે તીસ્તા સીતલવાડની સરંક્ષણ અરજીઓ પર પણ સુનાવણી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તીસ્તીની ધરપકડ થઈ ચૂકી છે. તીસ્તાના વકીલે કહ્યું કે, તેઓ તેમનો નિર્દેશ લઈને યોગ્ય કાર્યવાહી કરી શકે છે.

આ કેસની તપાસ ગુજરાત પોલીસ પાસેથી CBI પાસે કરાવવા માંગ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે SIT ની તપાસ પૂર્ણ થઈ છે 9માંથી 8મા ચુકાદા આવી ગયા છે ત્યારે હવે ફેર તપાસની અરજીઓ ની કોઈ જરૂર નથી.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આટલો લાંબો સમય વીતી ગયા બાદ સુનાવણીનો કોઈ અર્થ નથી. અરજદારોનું કહેવું છે કે, ગુજરાત 2002 રમખાણ મામલે સ્પેશિયલ SITની પણ રચના કરવામાં આવી હતી. ફેક એકાઉન્ટર મામલો હોય કે, ગુજરાત 2022 રમખાણ કેસ હોય હવે ગુજરાતના માથે કોઈ ‘કલંક’ નહીં રહે. કારણ કે, આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવાની છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત, ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ અને જેબી પારડીવાલાની બનેલી 3 જજોની બેન્ચે રમખાણો સંબંધિત નવ કેસોની તપાસ અને કાર્યવાહી માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી હોવાનું નોંધ્યા બાદ કેસોનો નિષ્ક્રિય નિકાલ કર્યો હતો. તેમાંથી આઠ કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. SIT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને જણાવ્યું હતું કે, નરોડા ગાંમ વિસ્તારને લગતી માત્ર એક જ કેસ (નવ કેસોમાંથી)ની સુનાવણી હજુ પેન્ડિંગ છે અને તે અંતિમ દલીલોના તબક્કે છે. અન્ય કેસોમાં ટ્રાયલ પૂર્ણ થાય છે અને કેસ હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલના તબક્કે છે.

Share: