×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચેન્નાઈ એરપોર્ટ પરથી 100 કરોડની કિંમતના હેરોઈન અને કોકેઈન સાથે મુસાફર ઝડપાયો


ચેન્નાઈ, તા. 13 જુલાઈ 2022, શનિવાર

ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી આવતા એક મુસાફર પાસેથી 9.590 કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારી અનિલ કુમારના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

ચેન્નાઈ એર કસ્ટમ્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 11 ઓગસ્ટના રોજ ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબાથી પહોંચેલા ભારતીય મુસાફર ઈકબાલ બી.ઉરંદાદીને AIU અધિકારીઓએ રોક્યો હતો. તેમની પાસેથી 9.590 કિલો વજનનું હેરોઈન અને કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

નિવેદન અનુસાર, 'મુસાફર અને તેમના સામનની તપાસ કરતાં કોકેઈન અને હેરોઈન મળી આવ્યા હતા. મુસાફરે તેને ચેક-ઈન સામાન અને જૂતામાં છુપાવી દીધું હતું. તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે'