CWG 2022: ટેબલ ટેનિસમાં અચંતા શરથે આજે ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ

CWG 2022:  ટેબલ ટેનિસમાં અચંતા શરથે આજે ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ

નવી દિલ્હી,તા. 8 ઓગસ્ટ 2022, સોમવાર 

બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતના ખેલાડીઓ દેશનું નામ રોશન કરી રહ્યાં છે. ટેબલ ટેનિસમાં વધુ એક મેડલ મળ્યો છે અને આ મેડલ દેશના અનુભવી ખેલાડી અચંત શરથ કમલે જીત્યો છે. અચંતા શરત મેન્સ સિંગલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અચંતા શરતે સોમવારે રમાયેલી ફાઈનલ મેચમાં યજમાન ઈંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને 11-13, 11-7, 11-2, 11-7થી હરાવ્યો હતો.

શરુઆતમાં આ રમતમાં ઇંગ્લેન્ડના લિયામ પિચફોર્ડે બાજી મારી પણ પછીની ચાર ગેમ જીતીને પદક પોતાના નામે કર્યું.  

અચંતાએ છેલ્લે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ સિંગલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતૂ ફાઇનલમાં તેની નજર માત્ર ગોલ્ડ મેડલ પર હતી જે તેણે આખરે જીતી લીધો છે.

Share: