અમદાવાદની 145મી રથાયાત્રાના મનમોહક દ્રશ્યો

અમદાવાદની 145મી રથાયાત્રાના મનમોહક દ્રશ્યો

અમદાવાદ,તા. 1 જૂલાઇ 2022, શુક્રવાર 

તમે ઉપરના આ જે બે ફોટો નિહાળી રહ્યા છો, તેમા બહુ મોટુ અંતર છે વર્ષ 2021ની રથયાત્રા અને 2022ની રથયાત્રા…

અમદાવાદમાં કોરોના મહામારીના પગલે વિવિધ પ્રતિબંધોની વચ્ચે નિકળી હતી, અમદાવાદની પરંપરાગત રથયાત્રા ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે યોજવામાં આવી નહોતી. કોરોનાકાળમાં જગન્નાથ તો અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા હતા પણ 2021ની રથયાત્રાનો માહોલ પરંરાગત રથયાત્રાથી સાવ નોખો હતો, કારણ કે એમાં ભક્તોની પ્રત્યક્ષ હાજરી જ નહોતી તે સ્પષ્ટ જોઇ શકાય છે. 

આ સ્ટોરીના દરેક ફોટોનો શ્રેય ગુજરાત સમાચારના જાણીતા ફોટોગ્રાફર શૈલેષ સોલંકીને ફાળે જાય છે……

કોરોના માહમારીના કારણે બે વર્ષ બાદ અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપી રહ્યાં છે. ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાના રથમાં સવાર થઇને ભક્તોને દર્શન આપી રહ્યાં છે.     


આ તહેવારનું મહાત્મય ખૂબ જ વધારે છે કારણ કે, વર્ષે તમે કે હું ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જતા હોય છે,પરંતુ આજે રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા, વિશ્વની બીજી સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.

કોરોનામાં ડૉક્ટર્સની કામગીરીને કારણે કોરોના નામની બીમારી સામે લોકો લડ્યા હતા,કોરોનામાં ડૉક્ટર્સે ખૂબજ સરાહનીય કાર્ય કર્યું હતુ, જેથી તેમના સન્માન આપવા માટે આ પ્રકારના રથો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.





ફોટો: શૈલેષ સોલંકી

add caption
add caption
Share: