GST અને ગુજરાત: વ્યાપક કરચોરી પકડાઈ, કેટલાયે ધંધા બંધ થઇ ગયા

GST અને ગુજરાત: વ્યાપક કરચોરી પકડાઈ, કેટલાયે ધંધા બંધ થઇ ગયા


– રાજ્યના અર્થતંત્રમાં ઉત્પાદનનો હિસ્સો બહુ મોટો છે એટલે ગુજરાતનો GST વળતર ઉપર બહુ મોટો આધાર છે, કર આવકમાં અપેક્ષિત વધારો નહી

અમદાવાદ તા. 1 જુલાઈ 2022,શુક્રવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલ પછી ગુજરાત રાજ્યને કરની આવકમાં મોટો ફટકો પડ્યો છે. ગુજરાત કે ઉત્પાદક રાજ્ય છે અને રાજ્યના કુલ GDPમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૪૦ ટકા કરતા વધારે છે. આટલા મોટા ઉત્પાદનના કારણે ગુજરાતમાં GSTની આવકમાં અપેક્ષિત વધારો જોવા મળ્યો નથી. આ ઉપરાંત, કોરોના મહામારી પહેલાજ અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે દેશમાં જે ફટકો પડ્યો તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી. રાજ્યની આવકમાં GST પછી બહુ મોટો વધારો જોવા મળ્યો નથી. 

બીજી તરફ, રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં કરચોરી, ખોટી વેરાશાખ અને બોગસ બિલીંગના કેસો પકડાયા છે. પાંચ વર્ષમાં રાજ્યમાં ટેક્સ ચોરીના વિવિધ ૨૦૧૧ કેસ પકડાયા છે જેમાં રૂ.૪૮૧૮ કરોડની ટેક્સચોરી પકડાઈ છે, ૯૦ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. આ વ્યક્તિઓએ બોગસ બિલીંગ, ખોટી ઇન્વોઇસ બનાવવી, નકલી કંપનીઓની માયાજાળ રચી રૂ.૩૪,૨૬૭ કરોડના વ્યવહારોની માયાજાળ આ પાંચ વર્ષમાં રચી છે. આ કરચોરીમાં વસૂલાત અત્યારસુધી માત્ર રૂ.૩૯૬ કરોડની રહી હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. 

કરચોરી પકડવા માટે GST નેટવર્કમાં બીગ ડેટા એનાલીસીસ એકત્ર કરવામાં આવે છે. આંતરિક રીતે શકાસ્પદ લાગતા વ્યવહારો, આવા એકમો અંગે સમયાંતરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવતા હોય છે. પણ વિભાગના સુત્રો જણાવે છે કે કેન્દ્રના દરેક પ્રયત્ન પછી પણ અપરાધીઓ ગુન્હો કરવાની પદ્ધતિ બદલતા રહે છે. 

ગુજરાતમાં કરવેરાની ચોરી

ગુજરાતમાં કરવેરાની ચોરી

વર્ષ

કેટલા કેસ મળ્યા

કેટલા વ્યવહારો પકડ્યા રૂ. કરોડ

કેટલી કરચોરી રૂ. કરોડ

ધરપકડ

૨૦૧૮-૧૯

૮૮

૪૦૪૧.૨૫

૪૫૮.૭૬

૧૪

૨૦૧૯-૨૦

૪૮૦

૧૧૪૩.૨૭

૧૮૩૨.૬૮

૨૫

૨૦૨૦-૨૧

૧૩૫

૧૭૨૭.૫૮

૨૪૦.૩

૨૬

૨૦૨૧-૨૨

૧૩૦૮

૧૭૦૦૫.૨૯

૨૨૮૬.૪૪

૨૪

કુલ

૨૦૧૧

૩૪૨૬૭.૩૯

૪૮૧૮.૧૮

૮૯


ગુજરાતમાં ૨.૭૫ લાખ વેપાર બંધ, ૧.૫૩ લાખની નોંધણી રદ્દ

વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓ મોખરે હોય છે પણ હકીકતે ગુજરાતમાં GSTના અમલ પછી કરના વ્યાપ હેઠળ આવી જતા, અર્થતંત્રમાં મંદીના કારણે કે બદલાતી ટેકનોલોજીના કારણે વ્યાપાર ઉદ્યોગ બંધ થઇ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં GSTના અમલ પછી ૨.૭૫ લાખ એવા વેપારી, ડીલર કે ઉદ્યોગો છે જેમણે પોતે બિઝનેસ બંધ કર્યો હોવાનું કારણ આગળ ધરી પોતાનું રજીસ્ટ્રેશન રદ્દ કરાવેલું છે. બીજી તરફ, શંકાસ્પદ વ્યવહાર કરતા, ખોટા નામે કે ખોટા દસ્તાવેજોના આધારે નોંધણી GST રજીસ્ટ્રેશન મેળવ્યું હોય તે બંધ કરવાની સત્તા પણ વિભાગ પાસે છે. આ પાંચ વર્ષમાં બીજા ૧.૫૩ લાખ નોંધણી એવી છે જે વિભાગે પોતે લીધેલા પગલાંના કારણે બન્ધ કરવામાં આવી હોય. આમ, કુલ ૪.૨૫ લાખ રજીસ્ટ્રેશન ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રદ્દ થયા છે કે બંધ થઇ ગયા છે. આ ઓછી સંખ્યાના કારણે પણ ગુજરાતની કરવેરાની આવક ઘટી હોય શકે. 

વર્ષ

બિઝનેસ બંધ થયો
હોય એવા રજીસ્ટ્રેશન

GST વિભાગે રદ્દ
કરેલા રજીસ્ટ્રેશન

૨૦૧૭-૧૮

૫૧,૬૭૮

NA

૨૦૧૮-૧૯

૩૦,૭૩૨

૧૨,૬૨૦

૨૦૧૯-૨૦

૬૯,૨૬૪

૪૧,૦૩૦

૨૦૨૦-૨૧

૬૧,૦૬૪

૬૨,૪૭૦

૨૦૨૧-૨૨

૬૦,૨૧૩

૩૭,૪૭૦

કુલ

૨,૭૫,૯૫૧

૧,૫૩,૫૯૦


પાંચ વર્ષમાં ગુજરાતને રૂ.૪૪,૦૦૦ કરોડનું વળતર મળ્યું

GSTની આવક અપેક્ષિત રીતે વધી નહી હોવાથી તેમજ કરવેરા ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા હોવાથી ગુજરાતે પાંચ વર્ષમાં દરેક વખતે કેન્દ્રના વળતર ઉપર આધાર રાખવો પડ્યો છે. તા.૩૧ મેના રોજ કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ.૩,૩૬૪ કરોડનું વળતર ચુકવ્યું એ ઉપરાંત રાજ્યએ છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૪૦,૦૨૪ કરોડનું વળતર કેન્દ્ર પાસેથી GSTના અમલ માટે મેળવ્યું છે. ગુજરાતનો સમાવેશ દેશમાં સૌથી વધુ વળતર મેળવતા રાજ્યોમાં થાય છે. 

GST વળતર મેળવતા ટોચના રાજ્યો

વર્ષ

બિઝનેસ બંધ થયો
હોય એવા રજીસ્ટ્રેશન

GST વિભાગે રદ્દ
કરેલા રજીસ્ટ્રેશન

૨૦૧૭-૧૮

૫૧,૬૭૮

NA

૨૦૧૮-૧૯

૩૦,૭૩૨

૧૨,૬૨૦

૨૦૧૯-૨૦

૬૯,૨૬૪

૪૧,૦૩૦

૨૦૨૦-૨૧

૬૧,૦૬૪

૬૨,૪૭૦

૨૦૨૧-૨૨

૬૦,૨૧૩

૩૭,૪૭૦

કુલ

૨,૭૫,૯૫૧

૧,૫૩,૫૯૦

Share: