×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી વિધાનસભા પેટા ચૂંટણીઃ આપનો જાદુ યથાવત, રાજેન્દ્રનગર બેઠક 11000 કરતા વધારે મતથી જીતી


નવી દિલ્હી, તા. 26.જૂન. 2022 રવિવાર

લોકસભાની સાથે સાથે દિલ્હીમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને તેના પરિણામો પણ જાહેર થયા છે.જેમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો જાદૂ કાયમ હોવાનુ દેખાઈ રહ્યુ છે.

આપના ઉમેદવારે રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર 11000 કરતા વધારે મતથી જીત મેળવી છે.આ બેઠક પર ધારાસભ્ય રહેલા રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ ધારાસભ્ય તરીકે રાજીનામુ આપ્યુ હતુ.આ બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી.જેમાં આપે હેટ્રિક નોંધાવી છે.

આમ આદમી પાર્ટીના  ઉમેદવાર દુર્ગેશ પાઠકે ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાને 11000 કરતા વધારે મતથી હરાવ્યા છે.આ બેઠક પર ભાજપે પ્રચાર દરમિયાન ભારે જોર લગાવ્યુ હતુ.જોકે રાજેન્દ્ર નગર બેઠક જીતવાનુ ભાજપનુ સપનુ ફરી રોળાઈ ગયુ છે.