હૈદરાબાદમાં વધુ 4 બાળકીઓ સાથે ગેંગરેપ

હૈદરાબાદમાં વધુ 4 બાળકીઓ સાથે ગેંગરેપ


– એક અનાથ છોકરી સાથે પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

હૈદરાબાદ, તા. 07 જૂન 2022, મંગળવાર

હૈદરાબાદ (Hyderabad)માં એક સગીર છોકરી સાથે ગેંગરેપની (Gang rape) ના મામલો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ મામલે રોજ કોઈને કોઈ આરોપીની ધરપકડ થઈ રહી છે. કથિત રીતે આરોપીઓમાં રાજકીય પરિવારના છોકરા સામેલ હોવાના કારણે આ મામલે ખૂબ રાજનીતિ થઈ રહી છે. આ વચ્ચે હૈદરાબાદમાં 4 વધુ સગીર છોકરીઓ સાથે રેપની અલગ અલગ મામલા સામે આવ્યા છે જેનાથી આખું શહેર હચમચી ગયું છે. પ્રથમ ઘટના 31 મે ની બતાવવામાં આવી રહી છે. જ્યારે એક 12 વર્ષની બાળકી પોતાની નાનીના ઘરે જતી વખતે અચાનક ગુમ થઈ ગઈ હતી અને તેની સાથે બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. 

પરિવારજનોએ કિશોરીની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ત્યારબાદ પોલીસને બાળકી 1 જૂનના રોજ સુલ્તાનશાહી વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે, બાળકીને એક કેબ ડ્રાઈવર કારમાં બેસાડીને પોતાના મિત્રના ઘરે કોંડુર્ગ લઈ ગયો હતો. ત્યાં બંનેએ બાળકી સાથે રેપ કર્યો હતો અને સવારે તેને છોડી દીધી હતી. આરોપીઓની ઓળખ 36 વર્ષીય શેખ કલીમ અલી અને મોહમ્મદ લુકમાન અહમદ યાજદાનીના રૂપમાં થઈ છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

બીજો મામલો એક રિટેલ સ્ટોર પર કામ કરતી કિશોરીનો છે. 31 મેના રોજ 21 વર્ષીય મોહમ્મદ સુફિયાન કિશોરીને ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પેટમાં દુ:ખાવો થવાની ફરિયાદ કરતા આ મામલાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ કાલા પત્થર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

વધુ વાંચો : હૈદરાબાદઃ મર્સિડીઝ કારમાં સગીરા સાથે ગેંગરેપ, MLAના દીકરાનું નામ પણ સામેલ

22 એપ્રિલના રોજ એક અનાથાલયની સગીર બાળકી સાથે એક કારમાં રેપ કરવામાં આવ્યો હતો. જોકો, આ ઘટના અત્યારે સામે આવી છે. 16 વર્ષની એક છોકરી આરોપી સાથે બર્થ ડે પાર્ટી મનાવવા ગઈ હતી તેણે કેક ખરીદવા અને તેની સાથે વાત કરવાના બહાને કારમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ફોટોકોપીની દુકાન પર કામ કરતી સગીર સાથે રેપના આરોપમાં પોલીસે 23 વર્ષીય આરોપી સુરેશની ધરપકડ કરી છે. રામગોપાલપેટ પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો. 

બીજા કેસમાં સગીર છોકરીને આરોપીએ ફિલ્મ બતાવવાની લાલચ આપી જે સગીર પણ છે અને થોડા મહીનાથી છોકરીના સંપર્કમાં પણ હતો. આ ઘટના કથિત રીતે એક મહિના અગાઉની છે. રાજેન્દ્ર નગર સર્કલ સીમા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 

વધુ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ કેસમાં 3ની ધરપકડ,TRS નેતાનો દીકરો પણ સામેલ

Share: