મધ્ય પ્રદેશ વિધાનસભામાં કમલનાથનું વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામુ

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કમલનાથનું વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામુ


– ગોવિંદ સિંહને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી

ભોપાલ, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતાની ભૂમિકા ભજવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના સ્થાને હવે ગોવિંદ સિંહને વિપક્ષ નેતા બનાવી દેવામાં આવ્યા છે. અગાઉ પણ એવી અટકળો લગાવાઈ રહી હતી કે, કમલનાથ પોતાના પદેથી રાજીનામુ આપી શકે છે ત્યારે આખરે તેમણે પોતાનું રાજીનામુ કોંગ્રેસ હાઈકમાનને સોંપી દીધું છે. 

Share: