રાહુલ ગાંધીએ પહેલા જ દિવસે ભવિષ્યવાણી કરી હતી કે, પ્રશાંત કિશોર ઈનકાર કરી દેશે

રાહુલ ગાંધીએ પહેલા જ દિવસે ભવિષ્યવાણી કરી હતી કે, પ્રશાંત કિશોર ઈનકાર કરી દેશે


– પ્રશાંત કિશોરના ઈનકાર બાદ પણ કોંગ્રેસે કહ્યું કે, અમારા દરવાજા દરેક માટે ખુલ્લા જ છે

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર

પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે થયેલી વાતચીત હવે ધીમે ધીમે સામે આવી રહી છે. પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસ (Congress)માં જોડાવાની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ઓફરને ઠુકરાવી દીધી છે. રાહુલ ગાંધીએ પહેલા દિવસે જ ભવિષ્યવાણી કરી હતી કે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ નહીં થશે. અનેક નેતાઓને એવું લાગી રહ્યું હતું કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બીજી પાર્ટીથી ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસનો ઉપયોગ કરવા માગે છે.  શંકા અને ગેરસમજ બંને બાજુ જ હતી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને એંપાવર્ડ એક્શન કમિટીમાં ચૂંટણી પ્રબંધનની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેમણે આ ઓફરને ઠુકરાવી દીધી છે. 

પીકે ઈચ્છતા હતા કે, તેમને કોંગ્રેસ અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષના રાજકીય સચિવ બનાવવામાં આવે. રાહુલ ગાંધીએ પ્રથમ દિવસે જ જણાવી દીધું હતું કે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય અને અગાઉ પણ પાર્ટીમાં પદની ઓફર કરવામાં આવી છે. પ્રશાંત કિશોરે જ કોંગ્રેસ નેતાઓ સાથે સંપર્ક કર્યો હતો હતો તેમણે કહ્યું કે, સમિતિમાં સામેલ અનેક કોંગ્રેસ નેતાઓએ તેમના પ્રસ્તાવને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ તેમ છતાં તેમનું અવલોકન કરવા માગતા હતા. પીકેના પ્રસ્તાવની સમીક્ષા કરનારા અનેક નેતાઓનું માનવું હતું કે, તેઓ વિશ્વાસ પાત્ર નથી રહ્યા અને કોંગ્રેસના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. 

જોકે, પ્રશાંત કિશોરના ઈનકાર બાદ પણ કોંગ્રેસે આજે કહ્યું કે, અમારા દરવાજા દરેક માટે ખુલ્લા જ છે. પી. ચિદમ્બરે કહ્યું કે, પીકેને કોંગ્રેસમાં જોડાવાનો પ્રસ્તાવ એક દિવસ અગાઉ જ આપવામાં આવ્યો હતો અને તેમણે ઈનકાર કરી દીધો, શું અમે નથી જાણતા. પીકેના પ્રેઝન્ટેશન અને ડેટા એનાલિસિસના વખાણ કરતા ચિદમ્બરે જણાવ્યું કે, અમૂક કાર્યવાહી યોગ્ય ભલામણોના અમલ કરવા માટે કરવામાં આવે છે. 

Share: