6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિન અપાશે, DCGI એ આપી મંજૂરી

6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિન અપાશે, DCGI એ આપી મંજૂરી

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2022 મંગળવાર

ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, સરકાર તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે હજુ ચિંતાજનક પરિસ્થિતિ નથી, પરંતુ અમુક રાજ્યમાં દરરોજ કેસ ઝડપથી વધી રહ્યા છે સાથે જ પોઝિટિવિટી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સૌ ની વચ્ચે વધુ એક મોટી ખબર સામે આવી છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે ડીસીજીઆઈએ 6-12 આયુવર્ગ માટે ભારત બાયોટેક વેક્સિન કોવેક્સિનને તાત્કાલિક ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ મંજૂરીની સાથે જ ભારતના કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટુ હથિયાર મળ્યુ છે. વેક્સિનેશન આગળ વધારવામાં વધુ મદદ મળશે.

ડીસીજીઆઈએ છ થી બાર ના બાળકો માટે ભારત બાયોટેકની કોરોનાની રસી કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ અનુમતિ બાદ દેશમાં છ થી બાર વર્ષના બાળકોને કોરોનાની રસી લાગી શકે. કોવેક્સિનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ તૈયાર કર્યુ છે. 

Share: