કરાંચીના ડ્રગ માફિયા મુસ્તફાએ અલહજમાં હેરોઇન મોકલ્યું હતું : કોસ્ટગાર્ડના ફાયરિંગમાં બે ઘાયલ

કરાંચીના ડ્રગ માફિયા મુસ્તફાએ અલહજમાં હેરોઇન મોકલ્યું હતું : કોસ્ટગાર્ડના ફાયરિંગમાં બે ઘાયલ

અમદાવાદ.તા. 25 એપ્રિલ 2022,રવિવાર

ગુજરાત કચ્છના જખૌની  દરિયાઇ સીમામાં 15 નોટિકલ માઈલ દૂરથી પકડાયેલા પાકિસ્તાની જહાજ અલહજમાં કરાંચીના ડ્રગ માફિયા મુસ્તુફાએ 280 કરોડનું હેરોઇન મોકલ્યાનો ખુલાસો ડીજીપી આશિષ ભાટિયાએ કર્યો હતો. કોસ્ટગાર્ડ એટીએસની બાતમો આધારે અલહજને કવર કરી શરણે થવા સૂચના આપી પણ જહાજ લઈ ભાગવાનો ખલાસીઓ પ્રયાસ કર્યો હતો. જેના પગલે કપસ્ટગાર્ડ ફાયરિંગ કરતા નવમાંથી બે શખ્સ ઘાયલ થયા હતા.

રાજ્ય પોલીસ વડા અશિષ ભાટિયાએ પ્રેસને વિગતો આપતા જણાવ્યું હતું. એટીએસના ડીઆઈજી દીપન ભદ્રનની ટીમના ડીવાયએસપી ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનના કરાંચીનો ડ્રગ માફિયા મુસ્તુફા  અલ હજ જહાજમાં હેરોઇનનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમાંથી ઘુસાડવાનો છે. જે બાતમી આધારે કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજનીસીઓ સતર્ક થઈ અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન IMBL (ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડરી લાઈન)ની 14 નોટિકલ માઈલ અંદર અલહજ જહાજ આવી જતા આજે પરોઢે 3 વાગ્યે કોસ્ટગાર્ડ ઓપરેશન પાર પાડયું હતું.  

કોસ્ટગાર્ડએ બોટના ખલાસીઓને શરણે આવવા માટે ચેતવણી આપી હતી. જોકે બોટની સ્પીડ વધારી ખલાસીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.કોસગાર્ડ ફાયરિંગ કરતા બે આરોપીઓ ઘાયલ થયા હતા.કોસ્ટગાર્ડ બોટમાં તપાસ કરતા નવ વ્યક્તિ અને 56 કિલો હેરોઇનનો જથ્થો પકડાયો હતો.ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા મુસ્તુફાનો હોવાની વિગતો મળી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહ્યાનું ડીજીપી ભાટિયાએ જણાવ્યું હતું.

વધુ વાંચો: જખૌના દરિયામાં PAK જહાજ અલહજમાંથી 350 કરોડના હેરોઈન સાથે 9 પકડાયા: ATS, કોસ્ટ ગાર્ડનું ઓપરેશન

Share: