સોનિયા ગાંધીની સારવાર માટે પ્રિયંકા પાસેથી એમ એફ હુસૈનનું પેઈન્ટિંગ ખરીદવા મજબૂર કરાયેલોઃ રાણા કપૂર

સોનિયા ગાંધીની સારવાર માટે પ્રિયંકા પાસેથી એમ એફ હુસૈનનું પેઈન્ટિંગ ખરીદવા મજબૂર કરાયેલોઃ રાણા કપૂર


– તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ મારા સમક્ષ પેઈન્ટિંગ ખરીદવા માટે દબાણ કર્યું હતું: કપૂર

મુંબઈ, તા. 24 એપ્રિલ 2022, રવિવાર

યસ બેંકના સહ સંસ્થાપક રાણા કપૂરે ED સમક્ષ ખૂબ જ ચોંકાવનારા દાવાઓ કર્યા છે. રાણાએ EDને જણાવ્યું કે, તેમને કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એમ એફ હુસૈનનું એક પેઈન્ટિંગ ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ પેઈન્ટિંગના વેચાણ દ્વારા જે રકમ મળી તેનો ઉપયોગ ગાંધી પરિવારે ન્યૂયોર્કમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવાર માટે કર્યો હતો.  

વિશેષ કોર્ટમાં ફેડરલ એન્ટી મની લોન્ડરિંગ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપપત્રમાં આ વાત સામે આવી છે. 

મુરલી દેવડા દ્વારા દબાણ

રાણા કપૂરે EDને એમ પણ જણાવ્યું કે, તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ તેમને કહ્યું હતું કે, ‘એમ એફ હુસૈનનું પેઈન્ટિંગ ખરીદવા ઈનકાર કરવાથી તેમને ગાંધી પરિવાર સાથે સંબંધ બનાવવામાં મુશ્કેલી પડશે અને પદ્મ ભૂષણ પુરસ્કાર પણ નહીં મળે.’

Share: