×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં 57 IPS અધિકારીઓની બદલી, 20ને પ્રમોશન


- રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા

અમદાવાદ,તા.2 એપ્રિલ 2022,શનિવાર

રાજ્યમાં ઘણાં લાંબા સમયથી બદલી અને બઢતીની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા આખરે આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં કુલ 57 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 20 અધિકારીઓને DySPમાંથી SP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

જે મહત્વની ટ્રાન્સફર છે તેમાં રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા છે. જે જિલ્લાના પોલીસ વડાની બદલી થઈ છે તેમાં સુરત, મહેસાણા, કચ્છ પૂર્વ, પાટણ, મોરબી, ગાંધીનગર, ગીર સોમનાથ, નર્મદા, રાજકોટ, વડોદરા, તાપી, ભરૂચ, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, પંચમહાલ, ભાવનગર, બોટાદ.