ગુજરાતની ચૂંટણી પર 'આપ'નું ફોકસ, કેજરીવાલ અને ભગવંત માન પહોંચ્યા અમદાવાદ

ગુજરાતની ચૂંટણી પર 'આપ'નું ફોકસ, કેજરીવાલ અને ભગવંત માન પહોંચ્યા અમદાવાદ


– કેજરીવાલે ગત વર્ષે જ એવી ઘોષણા કરી હતી કે, આપ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે

નવી દિલ્હી, તા. 02 એપ્રિલ 2022, શનિવાર

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે અમદાવાદ પહોંચ્યા છે. પંજાબમાં મળેલા શાનદાર વિજય બાદ આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં પણ પોતાનો રાજકીય પગદંડો જમાવવા મહેનત કરી રહી છે. 

ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક કાર્યક્રમોની તૈયારી કરી છે જેથી ચૂંટણીમાં પોતાની હાજરી સાબિત કરી શકે. 

કેજરીવાલ અને ભગવંત માન આજે સવારે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાર બાદ સાંજે 2 કિમીનો રોડ શો કરશે. પાર્ટીએ તે રોડ શોને ‘તિરંગા યાત્રા’ એવું નામ આપ્યું છે. રવિવારે અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

કેજરીવાલે ગત વર્ષે જ એવી ઘોષણા કરી હતી કે, આપ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. ખાસ વાત એ પણ છે કે, પાર્ટીએ ગત વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ સારૂં પ્રદર્શન કર્યું હતું. 

Share: