ચીનના કેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ? ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો આવો જવાબ

ચીનના કેટલા નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ? ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી,તા.16.માર્ચ.2022

ભારતના ક્ટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તનાવનો માહોલ છે.

જોકે ભારતે અત્યાર સુધીમાં કેટલા ચીનના નાગરિકોને નાગરિકતા આપી છે તે અંગેનો સવાલ સંસદમાં પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ હતુ કે, 2007 થી અત્યાર સુધીમાં ચીનના 16 નાગરિકોને ભારતે નાગરિકતા આપી છે અને બીજા 10 ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે.આ તમામે પણ નાગરિકતા માંગી છે.

તેમણે કહ્યુ હતુ કે, સરકાર કયા દેશના નાગરિકોને નાગરિકતા આપી તેનો ડેટા જે તે દેશના હિસાબથી રાખે છે.જેમાં બતાવાય છે કે, કયા દેશના કેટલા લોકોને ભારતે નાગરિકતા આપી પણ ભારત પાસે તેઓ કયા ધર્મના છે તેના આધારે કોઈ ડેટા નથી.કયા ધર્મના કેટલા લોકોને નાગરિકતા અપાઈ તે પ્રકારની જાણકારી સરકાર પાસે નથી.

Share: