ચૂંટણીમાં જીત બાદ PM મોદીનું સંબોધન – ‘આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે’

ચૂંટણીમાં જીત બાદ PM મોદીનું સંબોધન – ‘આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે’


– આ ઉત્સવ ભારતના લોકતંત્રનો છે, હું મતદાતાઓનો આભાર માનુ છુ – PM મોદી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત વિજય બાદ ભાજપમાં જીતની લહેર આવી ગઇ છે. 37 વર્ષ બાદ કોઇ વ્યક્તિ ફરી વાર બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બનશે. ચૂંટણીમાં જીતનો દિલ્હી સ્થિત મુખ્ય પાર્ટા કાર્યાલય ખાતે જશ્ન શરૂ થઇ ગયો છે. આ ઉજવણીમાં માટે દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય પર, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા હતા. અહીં વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે.

આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે – પીએમ મોદી

વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પાર્ટીની મુખ્ય ઓફિસમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્રનો છે. હું આ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ મતદારોને ખુબ-ખુબ શુભકામનાઓ આપુ છે. તેમણે લીધેલા માટે મતદારોનો આભાર વ્યક્ત કરુ છું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલીવાર મતદાન કરનાર યુવા વર્ગે પણ ખૂબ સારી રીતે મતદાન આપીને ભાજપની જીત નિશ્ચિત બનાવી છે. ભાજપના કાર્યકર્તાઓએ મને વાયદો કર્યો હતો કે હોળી 10 માર્ચથી શરૂ થઈ જશે. અને દરેક કાર્યકર્તાઓએ તેમનો વાયદો નીભાવ્યો છે. આ ઉત્સવ લોકતંત્ર માટે છે.

Share: