2023 મુંબઈઓલિમ્પિક્સ કમિટી બેઠકઃ આજે થઈ શકે છે મહત્વની જાહેરાત

2023 મુંબઈઓલિમ્પિક્સ કમિટી બેઠકઃ આજે થઈ શકે છે મહત્વની જાહેરાત

મુંબઈ, તા. 19 ફેબ્રુઆરી, 2022, શનિવાર

ભારત 2023ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી)ના સત્રની મેજબાની મુંબઈ ખાતે કરવા માટે આજે પોતાની બોલી પ્રસ્તુત કરશે. આઈઓસીના સદસ્ય નીતા અંબાણી, ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓસી)ના અધ્યક્ષ ડો. નરિંદર બત્રા, કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ પદક વિજેતા (બેઈજિંગ 2008, નિશાનેબાજી) અભિનવ બિંદ્રાની ઉપસ્થિતિવાળું ભારતીય પ્રતિનિધિ મંડળ ચીનના બેઈજિંગ ખાતે ચાલી રહેલી શીતકાલીન ઓલિમ્પિક રમતોની સાથે સાથે શનિવારે આયોજિત થનારા 139મા આઈઓસી સત્ર દરમિયાન આઈઓસી સદસ્યો સામે પ્રસ્તુતિ આપશે. આઈઓસીની યુટ્યુબ ચેનલ પર આ સત્રનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 

મુંબઈમાં રિલાયન્સના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ઓલિમ્પિક્સ કમિટીની બેઠક યોજાશે જેના માટે આજે તારીખની જાહેરાત થઈ શકે છે. નીતા અંબાણી કમિટીના સભ્ય છે. અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત 2036માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક માટે દાવેદારી કરવાની તૈયારી કરી રહ્યું છે. જો 

ભારત બપોરે 12:05 કલાકે પોતાની બોલી પ્રસ્તુત કરે તેવી આશા છે. ત્યાર બાદ મૂલ્યાંકન આયોગના અધ્યક્ષ દ્વારા એક પ્રસ્તુતિકરણ અને બોલી લગાવ્યા પહેલા પ્રસ્તુતકર્તાઓ સાથે સવાલ-જવાબ કરવામાં આવશે જે બપોરે આશરે 01:00 વાગ્યે શરૂ થશે. 

ભારતે 40 વર્ષોથી આઈઓસી સત્રની મેજબાની નથી કરી માટે જો બોલી સફળ રહી તો આ એક ઐતિહાસિક ક્ષણ ગણાશે. ભારતે છેલ્લે 1983માં દિલ્હી ખાતે સત્રની મેજબાની કરી હતી. ઉલ્લેખનીય છે કે, આઈઓસી સત્ર આઈઓસીના સદસ્યોની સામાન્ય બેઠક છે. તે આઈઓસીનું સર્વોચ્ય અંગ છે અને તેના નિર્ણય અંતિમ હોય છે. આઈઓસીમાં મતદાનના અધિકારવાળા કુલ 101 સદસ્ય છે. તે સિવાય તેના 45 માનદ સદસ્ય છે જેમને મતદાનનો અધિકાર નથી. સદસ્યો ઉપરાંત 50થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલ સંઘો (ગ્રીષ્મકાલીન અને શીતકાલીન ખેલો)ના વરિષ્ઠ પ્રતિનિધિ (અધ્યક્ષ અને મહાસચિવ) પણ આઈઓસી સત્રમાં ભાગ લે છે. 

Share: