દેશમાં કોરોનાના નવા ૨૫,૯૨૦ કેસો એક્ટિવ કેસો ઘટીને ૨,૯૨,૦૯૨

દેશમાં કોરોનાના નવા ૨૫,૯૨૦ કેસો એક્ટિવ કેસો ઘટીને ૨,૯૨,૦૯૨

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮દેશમાં કોરોનાના નવા ૨૫,૯૨૦ કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૨૭,૮૦,૨૩૫ થઇ ગયા છે. જ્યારે બીજી તરફ  દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨,૯૨,૦૯૨ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૯૨ લોકોના મોત નોંધાતા  દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક  વધીને ૫,૧૦,૯૦૫ થઇ ગયો છે.  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૪૦,૮૨૬નો ઘટાડો થયો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૨.૦૭ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૭૬ ટકા નોંધવામાં આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૭૧૪.૬૪ કરોડ થઇ ગઇ છે. ૧૫ થી ૧૮ વર્ષના બે કરોડથી વધુકિશોરો કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ જ વય જૂથમાં આવતા ૭૦ ટકા કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. 

Share: