અમદાવાદ, વડોદરા સિવાય ગુજરાતમાં રાત્રી કરફ્યુમાં મુક્તિ

અમદાવાદ, વડોદરા સિવાય ગુજરાતમાં રાત્રી કરફ્યુમાં મુક્તિ

ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરાનાના કેસોમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે રાજ્ય સરકારે નાઈટ કરફ્યુમાં ફેરફારો કરવાની જાહેરાત કરી છે. નવી જાહેરાત અનુસાર અમદાવાદ, વડોદરા સિવાય ગુજરાતમાં રાત્રી કરફ્યુમાં મુક્તિ આપવામાં આવી છે. અગાઉ શુક્રવાર તા.૧૧થી આ કર્ફ્યું હવે રાત્રે ૧૦ ના બદલે ૧૨ કલાકે અમલમાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકારે કરી હતી.

અમદાવાદ અને વડોદરામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી  રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે.

જે શહેરોને કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે તેનો અમલ તા.18 થી થશે.

બુધવારે કેન્દ્ર સરકારે કોરોનાની અસર પણ ઘટી રહી છે ત્યારે દેશભરની રાજ્ય સરકારોને વિવિધ પ્રકારના નિયંત્રણહળવા કરવા કે રદ્દ કરવા માટે પત્ર લખી જાણ કરી છે.આ પત્રના આધારે વિવિધ રાજ્ય સરકારે સ્થાનિક સ્થિતિના આધારે નિર્ણય લેવાની છૂટ છે.

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભુષણે એક પત્રમાં જાણ કરી છે કે દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે  ત્રીજી લહેરની શરૂઆતમાં લાદવામાં આવેલા નિયંત્રણની સમીક્ષા કરવી, તેને હળવા કરવા અથવા તો સ્થાનિક સ્થિતિના આધારે તે સંપૂર્ણ ઉઠાવી લેવા જોઈએ.

Share: