હિજાબઃ સ્કૂલે હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી ના આપી, બે વિદ્યાર્થિનીઓએ પરીક્ષા છોડી દીધી

હિજાબઃ સ્કૂલે હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી ના આપી, બે વિદ્યાર્થિનીઓએ પરીક્ષા છોડી દીધી

કર્ણાટક,તા.15.ફેબ્રુઆરી.2022 મંગળવાર

કર્ણાટકમાં સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પહેરવા પર શરુ થયેલા વિવાદે આખી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે.

બીજી તરફ હજી પણ હિજાબ વિવાદને લઈને કોઈને કોઈ ઘટનાઓ બની રહી છે.આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.હાઈકોર્ટે જ્યાં સુધી આ કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી સ્કૂલો અને કોલેજોમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક ઓળખ વાળા કપડા પહેરવા પર પ્રતિંબધ લગાવ્યો છે.

જોકે કર્ણાટકના શિવમોગા જિલ્લામાં બે વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા માટે હિજાબ પહેરીને આવી હતી અને આ બંને વિદ્યાર્થીઓ ધો.6 અને ધો.9માં અભ્યાસ કરે છે.તેમણે હિજાબ પહેરીને પરીક્ષા આપવાનો આગ્રહ રાખ્યો હતો અને બીજી તરફ સ્કૂલ દ્વારા હિજાબ પહેરીને પરીક્ષા આપવા નહીં દેવાય તેવુ વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યુ હતુ.

જોકે આ વિદ્યાર્થિનીઓ પરીક્ષા છોડીને નીકલી ગઈ હતી.એક ન્યૂઝ ચેનલે વિદ્યાર્થિનાના માતા પિતાને ટાંકીને કહ્યુ હતુ કે, સ્કૂલ દ્વારા આ પ્રકારનો આગ્રહ પહેલા ક્યારેય રાખવામાં આવ્યો નહોતા.જો હિન્દુ વિદ્યાર્થિનીઓ સિંદુર લગાવતી હોય અને ખ્રિસ્તી વિદ્યાર્થિનીઓ માળા પહેરતી હોય તો અમારી બાળકીઓ હિજાબ પહેરે તો તેમાં ખોટુ શું છે…

Share: