"તમારી હિંમત કેવી રીતે થઈ…"લતાજી માટે જ્યારે બાળા સાહેબે ગુલશનકુમારને ખખડાવી કાઢ્યા હતા

"તમારી હિંમત કેવી રીતે થઈ…"લતાજી માટે જ્યારે બાળા સાહેબે ગુલશનકુમારને ખખડાવી કાઢ્યા હતા

નવી દિલ્હી, તા. 6. ફેબ્રુઆરી 2022 રવિવાર

સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી કરોડો સંગીત ચાહકો શોકાતુર છે.

લતાજીનો મધુર સ્વર હવે આપણને સાંભળવા નહીં મળે પણ તેમની સ્મૃતિઓ હંમેશા જીવંત રહેશે.લતાજી સાથે લગભગ તમામ જાણીતી હસ્તીઓના મધુર સબંધ હતા.

શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે સાથે તેમને વિશેષ સબંધો હતો.તેમના માટે બાળાસાહેબ પિતા સમાન હતા.જે દરેક મુશ્કેલીમાં તેમની સાથે રહેતા હતા.

ઠાકરે પરિવારની નિકટ રહેલા લતાજીએ કહ્યુ હતુ કે, રાજ ઠાકરે પણ બહુ સારા ગાયક છે અને વાયોલિન પણ વગાડે છે.મહોમ્મદ રફીએ તેમના પિતા માટે મરાઠી ગીત ગાયુ હતુ.

વરિષ્ઠ પત્રકાર એસ પ્રધાને પોતાના લેખમાં લતા મંગેશકર અને બાળાસાહેબના સબંધ અંગે લખ્યુ છે કે, 90ના દાયકામાં ટી સિરિઝના ગુલશનકુમાર અને અનુરાધા પોંડવાલનુ સંગીતની દુનિયામાં વર્ચસ્વ જામી રહ્યુ હતુ અને તે સમયે માર્કેટમાં ટી સીરિઝ કેસેટોની ભરમાર હતી.ઓરિજિનલ સિંગરોના ગીત નવા ગાયકો ગાતા હતા અને કેસેટો વેચાતી હતી.1992માં રાધા કા સંગમ…નામની ફિલ્મમાં સંગીતકાર અનુ મલિક ઈચ્છતા હતા કે, લતાજી ગીત ગાય જોકે ગુલશાન કુમારે અનુરાધા પૌંડવાલ ગાય તે માટે ફિલ્મના મ્યુઝિક રાઈટ ખરીદી લીધા હતા.

એસ.પ્રધાન લખે છે કે, જ્યારે આ વાતની ખબર બાળાસાહેબ ઠાકરેને પડી ત્યારે તેઓ બહુ નારાજ થયા હતા અને ગુલશન કુમારને ફોન કરીને કહ્યુ હતુ કે, તમારી હિમ્મત કેવી રીતે થઈ…લતાજી મહારાષ્ટ્રનુ ગૌરવ છે અને તેમના અવાજને હટાવવાની ગુસ્તાખી કેવી રીતે કોઈ કરી શકે…

એ પછી ફિલ્મનુ મ્યુઝિક અને ગીતો લતાજીના અવાજ સાથે રિલિઝ થયા હતા અને બાદમાં અનુરાધા પોંડવાલે ગાયેલા ગીતોનુ વર્ઝન બહાર પડાયુ હતુ.

Share: