×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

10 માર્ચે યોગી બાબાને ધાબળો આપીને ગોરખપુર મઠમાં મોકલી દેવાના છેઃ જયંત ચૌધરીનો વળતો પ્રહાર


લખનૌ, તા. 2. ફેબ્રુઆરી 2022 બુધવાર

યુપી સીએમ યોગી આદિત્યનાથ એવો પ્રચાર કરી રહ્યા છે કે, 10 માર્ચે બધાની ગરમી ઉતરી જશે.

જેના જવાબમાં સપા સાથે જોડાણ કરનાર આરએલડીના જયંત ચૌધરીએ કહ્યુ હતુ કે, 10 માર્ચે યોગી બાબાને ધાબળો આપીને રાજ્યની જનતા ગોરખપુર તેમના મઠમાં મોકલી આપશે.

જયંત ચૌધરીએ એક સભામાં કહ્યુ હતુ કે, હાલની ખેડૂત-યુવા અને મજૂર તેમજ વેપાર વિરોધી સરકારને ઉખાડીને ફેંકવાની છે.આ લડાઈ તમારા શાન, માન અને સન્માનની છે.આ કોઈ સાધારણ ચૂંટણી નથી.

તેમણે આગળ કહ્યુ હતુ કે, આ સરકારમાં તમામ લોકો પરેશાન છે.યુવાઓને નોકરીના બદલામાં દંડા ખાવા પડી રહ્યા છે.યુવા વર્ગ  સરકારથી રોષે ભરાયેલો છે.

તેમણે સરકારને ખેડૂત વિરોધી ગણાવીને કહ્યુ હતુ કે, ભાજપ જો ફરી સત્તા પર આવી તો રદ થયેલા ત્રણ કૃષિ કાયદા ફરી લાગુ કરી દેવાશે.આ સકરારે બજેટમાં પણ એમએસપી પર ખરીદીની રકમ ઘટાડી દીધી છે.