બે છોકરાઓ યુપીમાં તોફાનો કરાવવા નિકળ્યા છેઃ યોગીનો જયંત તેમજ અખિલેશ પર કટાક્ષ

બે છોકરાઓ યુપીમાં તોફાનો કરાવવા નિકળ્યા છેઃ યોગીનો જયંત તેમજ અખિલેશ પર કટાક્ષ

લખનૌ, તા. 2. ફેબ્રુઆરી 2022 બુધવાર

યુપીની ચૂંટણીના પ્રચારમાં ભાજપ અને સપા વચ્ચેનો શાબ્દિક જંગ વધારેને વધારે તીખો બની રહ્યો છે.

યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં અખિલેશ યાદવ અને તેમની સાથે ગઠબંધન કરનાર આરએલડીના જયંત ચૌધરીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, બે છોકરાઓ યુપીમાં તોફાનો કરાવવા માટે આવી ગયા છે.છેલ્લા પાંચ વર્ષમાં પોતાના દરમાં ઘુસી ગયેલા તોફાનીઓ હવે બહાર આવીને ગરમી બતાવી રહ્યા છે.તેમની ગરમી 10 માર્ચે નીકળી જશે.

યોગીએ સપા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, આ પાર્ટીની વિચારધારા પરિવારવાદી અને કામગીરી તોફાનો કરાવવાની હતી.પશ્ચિમી યુપીમાં તમને આ ફરક નજરે પણ પડ્યો હશે.

તેમણે મતદારોને કહ્યુહ તુ કે, 2017 પહેલા કોઈ સુરક્ષિત નહોતુ અને દીકરીઓ સ્કલે નહોતી જઈ શકતી.વિકાસ ઠપ થઈ ગયો હતો.વિકાસના પૈસા અત્તરના વેપારીઓના ઘરે પહોંચી જતા હતા.મુઝઝફરપુર, સહારનપુર, બરેલી, રામપુર, મુરાદાબાદ અને લખનૌમાં તોફાનો થતા હતા.જોકે તોફાનીઓ સામે કોઈ કાર્યવાહી થતી નહોતી કારણકે તે સમયની સપા સરકાર તેમની સાથે હતી અને તોફાનોના પિડિતોની સાથે નહીં.

યોગીએ મુઝ્ઝફરનગરમાં તે સમયે થયેલા તોફાનોમાં સચિન અને ગૌરવ નામના યુવાનોની હત્યાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, સપાના ગુંડાઓએ તેમની હત્યા કરી હતી.

તેમણે કહ્યુ હતુ કે, આજે સ્થિતિ અલગ છે.દરેક સમસ્યાનુ સમાધાન અમારી સરાકર કરી રહી છે.લોકોની બેકારી, મહિલાઓની સુરક્ષા, વીજળી પૂરવઠો વગેરની સમસ્યાનો ઉકેલ અમારી સરકાર લાવી રહી છે.

Share: