×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Assembly Election 2022: સ્વાતિ સિંહને ટિકિટ મળી નહીં, દયાશંકર સિંહે કહ્યુ – પાર્ટીએ સારા ઉમેદવાર પર દાવ લગાવ્યો


નવી દિલ્હી, તા. 02 ફેબ્રુઆરી 2022 બુધવાર

ભાજપે યોગી સરકારમાં કદાવર મંત્રી રહેલા સ્વાતિ સિંહની ટિકિટ કાપી છે. સ્વાતિ સિંહને ગઈ વખતે લખનૌ જિલ્લા હેઠળ આવતી સરોજની નગર બેઠક પરથી ઉમેદવાર બનાવાયા હતા. લખનૌની તમામ બેઠક પર ઉમેદવારોના એલાન બાદ સ્વાતિ સિંહના પતિ દયાશંકર સિંહે કહ્યુ કે પાર્ટીએ સારા ઉમેદવાર પર દાવ લગાવ્યો છે. ભાજપ તમામ બેઠક પર જીતશે. ટિકિટ ના મળવા પર દયાશંકર સિંહે કહ્યુ કે ટિકિટ કોઈની હોતી નથી, પાર્ટી હોય છે. પાર્ટીએ મને ઘણા પદ આપ્યા હુ નસીબદાર છુ.

યોગી આદિત્યનાથના ગરમીવાળા નિવેદન પર જયંત ચૌધરીનો પલટવાર

યોગી આદિત્યનાથના ગરમીવાળા નિવેદન પર જયંત ચૌધરીએ પલટવાર કર્યો કહ્યુ, મને લાગે છે કે આમનુ માથુ ખૂબ મોટુ છે અને ગયા અઠવાડિયે જે ઠંડી લહેર આવી હતી, તેમાં આમને ઠંડી લાગી ગઈ છે.

પંજાબમાં કોંગ્રેસ નેતા સુનીલ જાખડે નવજોત સિદ્ધુ અને CM ચન્ની વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. સુનીલ જાખડે અબોહરમાં જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કેપ્ટનને હટાવ્યા બાદ 42 ધારાસભ્યોએ મુખ્યમંત્રી પદ માટે તેમનુ સમર્થન કર્યુ હતુ, નવજોત સિદ્ધુને 6 મત મળ્યા હતા અને સીએમ ચન્નીને 2 મત મળ્યા હતા. પરનીત કૌરને 12 ધારાસભ્યએ સમર્થન આપ્યુ હતુ અને રંધાવાને 16 મત મળ્યા હતા.