Budget 2022-23: પગારદાર વર્ગને સરકાર તરફથી કોઈ રાહત નહિ, ઈન્કમ ટેક્સમાં પણ કોઈ ફેરફાર નહિ

Budget 2022-23: પગારદાર વર્ગને સરકાર તરફથી કોઈ રાહત નહિ, ઈન્કમ ટેક્સમાં પણ કોઈ ફેરફાર નહિ

નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને માઠી અસર થઈ હતી. આ સમયગાળા દરમિયાન અનેક લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો તો અમુક લોકોને સેલરીમાં કાપ સહન કરવો પડ્યો હતો. પગારદાર વર્ગને સરકાર પાસેથી ટેક્સ પેટે કે અન્ય કોઈ માધ્યમથી રાહતની અપેક્ષા હતી પરંતુ આ આશા ઠગારી નીવડી છે.

 2022-23 માટે મંગળવારે રજૂ થયેલ બજેટમાં સરકારે કોઈ જ પ્રકારની રાહત દેશના પગારદાર વર્ગને નથી આપી. નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ ભાષણમાં સામાન્ય પગારદારને ટેક્સ માફી કે છૂટછાટ નથી આપી. 

આ સિવાય પર્સનલ ઈન્કમ ટેક્સ એટલે કે વ્યકતિગત ટેક્સ મર્યાદામાં પણ કોઈ રાહત આપવામાં નથી આવી.

 જોકે બજેટમાં NPS માટેની મર્યાદામાં રાજ્ય સરકારના કર્મચારીઓને છૂટ મળી છે. કેન્દ્ર સરકારના કર્મચારીને મળતા 14% NPS ડિડકશનની સામે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ મર્યાદા 10% હતી જેને બજેટમાં સરકારે વધારીને 14% કરી આપી છે.

 આ સિવાય સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં સુધારા વધારા માટે 2 વર્ષનો ગ્રેસ પીરિયડ આપ્યો છે. જોકે જે-તે નાણાંકીય વર્ષ પુરૂં થયા બાદના બે વર્ષ સુધીમાં કરદાતા તેમના ઈન્કમ ટેક્સ રિટર્નમાં ફાઈલિંગમાં પેનલ્ટી સાથે સુધારા-વધારા કરી શકશે.

Share: