×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે, મુસ્લિમોનો અલ્પસંખ્યકનો દરજ્જો ખતમ થાયઃ પ્રયાગરાજ ધર્મ સંસદમાં પ્રસ્તાવ પાસ


- પ્રયાગરાજ ખાતે પ્રશાસનના દબાણ બાદ ધર્મ સંસદનું નામ બદલીને સંત સંમેલન કરવામાં આવ્યું હતું કારણ કે, પ્રશાસન ધર્મ સંસદ યોજવાની મંજૂરી નહોતું આપી રહ્યું

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

સંગમ નગરી પ્રયાગરાજ સ્થિત બ્રહ્મર્ષિ આશ્રમમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડોની સંખ્યામાં સાધુ-સંતો આ ધર્મ સંસદમાં સામેલ થયા હતા. આ દરમિયાન સાધુ-સંતોએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવો પ્રસ્તાવ પાસ કર્યો હતો. 

તમામ સંતોની ઉપસ્થિતિમાં કહેવામાં આવ્યું હતું કે, દેશની 125 (સવા સો) કરોડ જનતા પોતે જ ઘોષિત કરે કે, ભારત હિંદુ રાષ્ટ્ર છે અને આજથી તેઓ લખવાનું શરૂ કરે ત્યારે જ આ આંદોલનને વિશાળ સ્વરૂપ મળશે. અંતમાં સરકાર સંતો અને સામાન્ય જનતાના દબાણ આગળ ઝુકી જશે કારણ કે, સંત સંમેલનનું લક્ષ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું છે અને ઈસ્લામિક જિહાદ દૂર કરવાનું છે. 

હિંદુઓના મઠ મંદિરના અધિગ્રહણ ખતમ કરવાનો પ્રસ્તાવ

આ દરમિયાન સંતો દ્વારા ભારતમાં મુસલમાનોનો અલ્પસંખ્યકોનો દરજ્જો સમાપ્ત કરવાની પણ માગણી કરવામાં આવી. તે સિવાય હિંદુઓના મઠ મંદિરનું અધિગ્રહણ સમાપ્ત કરવા સહિત અનેક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા. આ દરમિયાન સાધુ-સંતોએ કહ્યું કે, જેલમાં બંધ બંને ધર્મગુરૂઓ નરસિંહાનંદ ગિરી મહારાજ અને વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીને શક્ય તેટલી ઝડપથી જેલમાંથી છોડવામાં આવે. 

સંતોએ કહ્યું કે, બંને ધર્મગુરૂઓને કોઈ પણ જાતની શરત વગર મુક્ત કરવામાં આવે. સંતોનો આરોપ હતો કે, જિલ્લા પ્રશાસને સંતોને ફોન કરીને સંમેલનમાં ન આવવા દીધા અને અનેક રીતે અડચણો ઉભી કરી. 

બદલવામાં આવ્યું ધર્મ સંસદનું નામ

ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ ખાતે પ્રશાસનના દબાણ બાદ ધર્મ સંસદનું નામ બદલીને સંત સંમેલન કરવામાં આવ્યું હતું કારણ કે, પ્રશાસન ધર્મ સંસદ યોજવાની મંજૂરી નહોતું આપી રહ્યું. ત્યાર બાદ તેનું નામ બદલીને સંત સંમેલન કરવામાં આવ્યું.