ભારતમાં 24 કલાકમાં નવા 3.3 લાખ કોરોના કેસઃ ઓમિક્રોનનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થઈ ગયુ

ભારતમાં 24 કલાકમાં નવા 3.3 લાખ કોરોના કેસઃ ઓમિક્રોનનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થઈ ગયુ

નવી દિલ્હી,તા.23.જાન્યુઆરી.2022 રવિવાર

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસનો અને તેના સંક્રમણનો અભ્યાસ કરનારા નિષ્ણાતોના ગ્રૂપ ઈન્ડિયન સાર્સ કોવિડ કોન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ભારતમાં ઓમિક્રોનનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થઈ ગયુ છે.

જેનો અર્થ એ થયો કે હવે ભારતમાં ઓમિક્રોન લોકોની વચ્ચે મોજુદ છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.પહેલા ઓમિક્રોન માત્ર વિદેશની ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા લોકોમાં જ જોવા મળતો હતો.હવે લોકોમાં તેનુ સંક્રમણ ફેલાઈ ચુકયુ છે.

બીજી તરફ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 3.3 લાખ કેસ નોંધાયા છે.બીજી તરફ 500 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પણ વધીને 21.87 લાખ પર પહોંચ્યા છે.ભારતમાં અત્યાર સુધીમાં સત્તાવાર આંકડા પ્રમાણે 4.89 લાખ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુકયા છે.

Share: