રિપબ્લિક ડે નિમિત્તે દિલ્હી પર આતંકીઓ કરી શકે છે હવાઈ હુમલો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

રિપબ્લિક ડે નિમિત્તે દિલ્હી પર આતંકીઓ કરી શકે છે હવાઈ હુમલો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી, તા. 18. જાન્યુઆરી 2022 મંગળવાર 

રિપબ્લિક ડે નિમિત્તે દિલ્હીમાં આતંકીઓ હવાઈ હુમલો કરી શકે છે તેવી બાતમી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

દિલ્હી પોલીસે આ બાબતને ધ્યાનમાં રાખીને ડ્રોન સહિતની કોઈ પણ ઉડી શકે તેવી વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.આગામી 27 દિવસ સુધી દિલ્હીમાં કોઈ પણ પ્રકારના ડ્રોન, પેરા ગ્લાઈડિંગ, પેરા મોટર્સ , હેન્ડ ગ્લાઈડર અને માનવ રહિત એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ રહેશે.

આ આદેશનુ પાલન કરાવવા માટે તમામ પોલીસ અધિકારીઓને આદેશ અપાયો છે.બીજી તરફ દિલ્હી પોલીસે 36 વર્ષના એક કુખ્યાત હથિયાર તસ્કરને પકડવામાં પણ સફળતા મેળવી છે.આ વ્યક્તિ પાસેથી 13 અત્યાધુનિક પિસ્ટલ અને 38 કારતૂસો ભરેલી એક બેગ પણ પકડાઈ છે.

Share: