ઓમિક્રોન વચ્ચે કોવિડ-19ની સારવાર માટે WHOએ બતાવી 2 નવી દવાઓ, જાણો કેટલી અસરકારક

ઓમિક્રોન વચ્ચે કોવિડ-19ની સારવાર માટે WHOએ બતાવી 2 નવી દવાઓ, જાણો કેટલી અસરકારક


– બંને દવાઓના વિકલ્પ ઉપસ્થિત હોય તો કિંમત, ઉપલબ્ધતા અને ક્લીનિશિયન એક્સપીરિઅન્સના આધાર પર દવા ખરીદવી

નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી, 2022, શનિવાર

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ શુક્રવારે કોવિડ-19ની સારવાર માટે 2 નવી દવાઓની ભલામણ કરી હતી. આ 2 નવી દવાઓના નામ છે બારિસિટિનિબ અને કાસિરિવિમૈબ-ઈમદિવિમૈબ. પીયર રિવ્યુ જર્નલ બીએમજેમાં હેલ્થ બોડીના એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે કોર્ટિકોસ્ટ્રોયડ્સની સાથે બારિસિટિનિબનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આ દવાનો ઉપયોગ આર્થરાઈટિસની સારવારમાં કરવામાં આવે છે. 

WHOના કહેવા પ્રમાણે આ દવા વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે અને કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગર દર્દીના જીવને જે જોખમ હોય તે ઘટાડી શકે છે. તેની અસર આર્થરાઈટિસની અન્ય એક દવા ઈન્ટરલ્યુકિન-6 (IL-6)ની સમાન હોય છે. જો તમારા પાસે બંને દવાઓના વિકલ્પ ઉપસ્થિત હોય તો કિંમત, ઉપલબ્ધતા અને ક્લીનિશિયન એક્સપીરિઅન્સના આધાર પર દવા ખરીદવી. એક સમયે બંને દવા લેવાની ભૂલ ન કરવી. 

WHOએ આ ગાઈડલાઈન અપડેટમાં મોનોક્લોનલ એન્ટીબોડી સોટ્રોવિમૈબની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપયોગની પણ ભલામણ કરી છે. તે ઓછું ગંભીર ઈન્ફેક્શન પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની વધારે જરૂરિયાત ધરાવતા દર્દીને આપી શકાય છે.  WHOએ અન્ય એક મોનોક્લોનલ એન્ટીબોડી દવા કૈસિરિવિમૈબ-ઈમદિવિમૈબ માટે પણ આ પ્રકારની ભલામણ કરી છે. 

જોકે WHOના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મોનોક્લોનલ એન્ટીબોડી સારવાર માટે પર્યાપ્ત ડેટા ઉપલબ્ધ નહોતો અને હેલ્થ બોડીએ એમ પણ સ્વીકાર્યું કે ઓમિક્રોન જેવા નવા વેરિએન્ટ સામે તેના પ્રભાવની હાલ કોઈ જાણકારી નથી. મોનોક્લોનલ એન્ટીબોડીનો પર્યાપ્ત ડેટા મળશે તે સાથે જ તેની ગાઈડલાઈન અપડેટ કરવામાં આવશે. 

WHOની આ ભલામણો 4,000 સામાન્ય, ઓછા ગંભીર અને વધુ ગંભીર સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવેલી 7 ટ્રાયલ્સમાં મળેલા સાક્ષીઓ પર આધારીત છે. 

Share: