કોંગ્રેસની પોસ્ટર ગર્લનો ચોંકાવનારો આરોપઃ ટિકિટ માટે પ્રિયંકા ગાંધીના સચિવે મારી પાસે લાંચ માંગી

કોંગ્રેસની પોસ્ટર ગર્લનો ચોંકાવનારો આરોપઃ ટિકિટ માટે પ્રિયંકા ગાંધીના સચિવે મારી પાસે લાંચ માંગી

નવી દિલ્હી, તા. 14. જાન્યુઆરી 2022 શુક્રવાર

કોંગ્રેસે યુપી ચૂંટણીમાં….મહિલા છું અને હું પણ લડી શકું છું તેવુ કેમ્પેન શરુ કર્યુ છે.

જેના ભાગરુપે મહિલાઓને મોટી સંખ્યામાં ચૂંટણી લડવા માટે ટિકિટો આપવામાં આવી રહી છે.આ કેમ્પેન માટે કોંગ્રેસે પોતાના પોસ્ટરમાં જે યુવતીનો ઉપયોગ કર્યો છે તેણે જ કોંગ્રેસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.

પોસ્ટરમાં દેખાતી યુવતી ડો.પ્રિયંકા મૌર્યે પ્રિયંકા ગાંધીના સચિવ પર લાંચ માંગવાના કરેલા આક્ષેપ બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયુ છે.ડો.મૌર્યે આજે ટ્વિટ કરીને્ કહ્યુ હતુ કે, યુવતી છું અને લડી શકું છું છતા હું ટિકિટ મેળવી શકુ તેમ નથઈ.કારણકે હું ઓબીસી કેટેગરીમાંથી છું અને પ્રિયંકા ગાંધીના સચિવ સંદીપ સિંહને લાંચ આપી નથી શકી એટલે મને ટિકિટ મળી નથી.

તેમણે કહ્યુ હતુ કે, મારી પાસે આ વાતનો પૂરાવો અને વિડિયો છે .જે કાલે ચેનલ પર તમને દેખાશે.કોંગ્રેસમાં જાતિવાદના કારણે ધારાસભ્ય નરેશ સૈનીએ પાર્ટી છોડવી પડી છે.પ્રિયંકાએ પાર્ટીમાં ગોટાળા ચાલતા હોવાનો આરોપ લગાવીને કહ્યુ છે કે, તેની સામે બોલવાની કોઈની હિંમત નથી.

પ્રિયંકા મોર્યૈ કહ્યુ હતુ કે, મહિલાઓ માટે જે કેમ્પેઈન ચાલી રહ્યુ છે તે એક ગોટાળો જ છે.લોકો ભલે કહે કે, હું ટિકિટ નથી મળી એટલે આવા આક્ષેપ કરી રહી છું  પણ મને તો 2024 માટે તૈયારી કરવા કહેવામાં આવી રહ્યુ હતુ.

Share: