પાકિસ્તાન સુધરી રહ્યુ નથી, બોર્ડરની બીજી તરફ લોન્ચ પેડ પર 400 આતંકીઓ મોજૂદઃ આર્મી ચીફ નરવણે

પાકિસ્તાન સુધરી રહ્યુ નથી, બોર્ડરની બીજી તરફ લોન્ચ પેડ પર 400 આતંકીઓ મોજૂદઃ આર્મી ચીફ નરવણે

નવી દિલ્હી,તા.13.જાન્યુઆરી.2022

કાશ્મીરમાં સુરક્ષાદળો ઓપરેશન ઓલ આઉટ થકી આતંકીઓનો સફાયો કરી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન વધારે ને વધારે આતંકીઓને કાશ્મીરમાં ઘૂસાડવા માટેની ફિરાકમાં છે.

ખુદ આર્મી ચીફ જનરલ નરવણેએ ખુલાસો કરતા કહ્યુ છે કે, પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામના ભંગની ઘટનાઓ ભલે ઓછી થઈ છે પણ તે પોતાની હરકતોથી બાજ આવી રહ્યુ નથી.પાકિસ્તાન તરફથી પ્રોક્સી વોર ચાલુ જ છે.

તેમણે કહ્યુ હતુ કે, અમને જે ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા છે તે પ્રમાણે બોર્ડરની બીજી તરફ લોન્ચ પેડ અને ટ્રેનિંગ કેમ્પમાં હાલમાં 400 આંતકીઓ મોજુદ છે.એટલે ઘૂસણખોરીનો ખતરો ટળ્યો નથી.આપણે એલર્ટ રહેવુ પડશે.પશ્ચિમ મોરચા પર ખતરો હજી પણ વધારે છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતીય સેનાએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તેનુ પાલન કરવા માટે સેના કટિબધ્ધ છે.જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ સુધરી છે.આતંકીઓને હવે સ્થાનિક લોકોની મદદ મળી રહી નથી.એટલે આતંકીઓ અન્ય રાજ્યોના લોકોને અને લઘુમતીઓને કાશ્મીરમાં નિશાન બનાવી રહ્યા છે.

જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, ડ્રોનનો ઉપયોગ આતંકીઓને સપોર્ટ પૂરો પાડવા થઈ રહ્યો છે પણ સેના આ ખતરાથી વાકેફ છે અને જરુરી કાર્યવાહી કરી રહી છે.

Share: