બહુ ગાજેલા paytmના IPO બાદ શેરના ભાવમાં બે જ મહિનામાં 50 ટકાનો ઘટાડો, રોકાણકારોને ભારે નુકસાન

બહુ ગાજેલા paytmના IPO બાદ શેરના ભાવમાં બે જ મહિનામાં 50 ટકાનો ઘટાડો, રોકાણકારોને ભારે નુકસાન

નવી દિલ્હી, તા. 12. જાન્યુઆરી. 2022 બુધવાર

paytmનો આઈપીઓ આવ્યા બાદ રોકાણકારોને આ શેરે નવડાવ્યા હતા.હજી પણ આ શેરના ભાવ ગગડી રહ્યા છે અને તેના કારણે રોકાણકારોને હજારો કરોડો રુપિયાનુ નુકસાન થયુ છે.

બુધવારે શેર બજાર તેજી સાથે ખુલ્યુ હતુ .આમ છતા કેટલાક શેરોમાં વેચવાલી ચાલી રહી હતી અને તેના પગલે paytmના શેરના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે.

આ શેરનો ભાવ લિસ્ટિંગ થયુ તે સમયથી 50 ટકા સુધઈ ગગડી ગયો છે.આજે બપોરે તેનો ભાવ 1098 રુપિયા હતો.બજારમાં આજે ઓવરઓલ 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.છતા paytmના શેરના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો.

બહુ આશા સાથે રોકાણકારોએ આ આઈપીઓમાં પૈસા લગાવ્યા હતા.જ્યારે paytmનો શેર લિસ્ટ થયો હતો ત્યારે 2150 રુપિયાના ઈસ્યૂ પ્રાઈસના ભાવે શેર ઓફર કરવામાં આવ્યો હતો.જોકે બે જ મહિનામાં તેના ભાવમાં 50 ટકા ઘટાડો થયો છે.જે કદાચ રોકાણકારોએ વિચાર્યુ પણ નહીં હોય.

Share: