×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ નકામો, નવી રસીની જરુર, બે મહિનામાં 50 ટકા યુરોપ સંક્રમિત થશેઃ WHO


નવી દિલ્હી, તા. 12. જાન્યુઆરી 2022 બુધવાર

કોરોનાએ ફરી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતા કહ્યુ છે કે, હાલમાં કોરોનાની જે રસીઓ ઉપલબ્ધ છે તેનો બૂસ્ટર ડોઝ પૂરતો નથી અને કોરોના સંક્રમણથી બચવા માટે હજી પણ વધારે અસરકારક વેક્સીનની જરુર છે.

WHO ના નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યુ હતુ કે, કોરોનાના ઉભરતા વેરિએન્ટ સામે હાલની વેક્સીનનો બૂસ્ટર ડોઝ લોકોને આપવાની રણનીતિ યોગ્ય નથી.હાલની રસી ગંભીર બીમારી તેમજ કોરોનાથી થઈ રહેલા મોત સામે તો સુરક્ષા પ્રદાન કરી રહી છે પણ ભવિષ્યમાં એવી રસી વિકસાવવાની જરુર છે જે સંક્રમણને વધારે અસરકારકતાથી ફેલાતુ રોકી શકે.નવી રસીથી ગંભીર બીમારી અને મોતના ખતરાને રોકવા માટે પણ વધઆરે મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, WHO ના નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે, આગામી છ થી આઠ સપ્તાહમાં યુરોપની અડધી વસતી કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થઈ જશે.

WHOનુ કહેવુ છે કે, નવી લહેરની શરુઆતનો જે ડેટા અ્મારી પાસે આવ્યો છે તેના પરથી લાગી રહ્યુ છે કે, હાલમાં જે રસી ઉપલબ્ધ છે તે ઓમિક્રોન વેરિએન્ટ પર એટલા પ્રભાવી સાબિત થયા નથી.એવામાં એવી રસી ડેવલપ કરવાની જરુર છે જે સંક્રમણને ફેલાતુ પણ અટકાવી શકે.