ચૂંટણી પંચ આજે બપોરે 3:30 કલાકે કરશે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત

ચૂંટણી પંચ આજે બપોરે 3:30 કલાકે કરશે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત


– ચૂંટણીની રેલીઓ, મતદાન કેન્દ્રોથી લઈને ભીડ પ્રબંધન મામલે કેટલાક પ્રતિબંધો લાગુ થવાની શક્યતા

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવાર

કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાની વચ્ચે 5 રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે. ચૂંટણી પંચના પ્રમુખ સુશીલ ચંદ્રા શનિવારે બપોરે 03:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ દ્વારા 5 રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે. 

એવું માનવામાં આવે છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ કેટલાક નવા નિયમો પણ લાગુ કરી શકે છે. તેના અંતર્ગત ચૂંટણીની રેલીઓ, મતદાન કેન્દ્રોથી લઈને ભીડ પ્રબંધન મામલે કેટલાક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. 

Share: