દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 6 દર્દીઓ સામે આવ્યા, દેશમાં કુલ 155 કેસ, ગુજરાતમાં 11

દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 6 દર્દીઓ સામે આવ્યા, દેશમાં કુલ 155 કેસ, ગુજરાતમાં 11

નવી દિલ્હી, તા. 20. ડિસેમ્બર, 2021 સોમવાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે રફતાર પકડી લીધી છે.આજે ઓમિક્રોનના વધુ છ કેસ સામે આવ્યા છે.હવે દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધીને 28 થઈ ગયા છે.

જોકે રાહતની વાત એ છે કે, 12 દર્દીઓ સાજા થઈ ગયા છે અને 16 દર્દીઓની હજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દિલ્હીમાં ઓમિક્રોનના વધી રહેલા કેસના કારણે દિલ્હી સરકારે કેબિનેટની બેઠક બોલાવી હતી અને તેમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.દિલ્હીમાં કેટલાક પ્રતિબંધો લગાવવા માટે પણ સરકાર વિચારણા કરી રહી છે.

દિલ્હીમાં કોરોનાના કેસ 29 જુન બાદ ફરી 100નો આંકડો પાર કરી ગયા છે.બીજી તરફ દેશમાં કોરોનાના ઓમિક્રોનના વેરિએન્ટના 155 કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં સૌથી વધારે 54 કેસ ઓમિક્રોનના છે.જ્યારે ગુજરાતમાં 11 દર્દીઓ છે.

Share: