દેશમાં જાન્યુઆરીથી કોરોનાની ત્રીજી લહેરની શક્યતા, રોજ દોઢ લાખ નવા કેસ સામે આવી શકે છેઃ IIT સંશોધકો

દેશમાં જાન્યુઆરીથી કોરોનાની ત્રીજી લહેરની શક્યતા, રોજ દોઢ લાખ નવા કેસ સામે આવી શકે છેઃ IIT સંશોધકો

નવી દિલ્હી,તા.5.ડિસેમ્બર,2021

કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કારણે ભારત પણ દુનિયાના બીજા દેશોની જેમ ચિંતામાં છે ત્યારે આઈઆઈટી કાનપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે, દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોનાની ત્રીજી લહેર શરુ થવાની શક્યતા છે.

સંશોધકોએ તો એમ પણ કહ્યુ છે કે, આ લહેર શરુ થયા બાદ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં રોજ કોરોનાના દોઢ લાખ કેસ સામે આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે અને કેન્દ્ર સરકારે આ રાજ્યોને સતર્ક રહેવા માટે કહ્યુ છે.ત્રીજી લહેર માટે વિદેશથી આવતા મુસાફરો પણ જવાબદાર થઈ શકે છે.કારણકે પાંચ રાજ્યોમાં વિદેશથી આવેલા 586 જેટલા યાત્રીઓનો પતો નથી.

જે 6 રાજ્યોને સરકારે સતર્ક રહેવા કહ્યુ છે તેમાં કર્ણાટક, તામિલનાડુ, કેરલ, ઓરિસ્સા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે.સરકારે દેશભરના એરપોર્ટ પર ટેસ્ટિંગ કાઉન્ટર પણ વધારી દીધા છે.

Share: