×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ ઓમિક્રોન બધાને મારી નાંખશે, ડોકટરે હથોડા વડે પત્ની અને બે સંતાનોની હત્યા કરી નાંખી


નવી દિલ્હી,તા.4.ડિસેમ્બર,2021

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તેવુ મનાઈ રહ્યુ છે.

ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે કાનપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે ટેન્શનમાં આવી ગયેલા ડોકટરે પોતાના જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી નાંખી છે.

કાનપુરના રહેવાસી ડોકટર સુશીલ રામાએ શુક્રવારે સાંજે પોતાની પત્ની ચંદ્રપ્રભા, પુત્ર શિખર અને પુત્ર ખુશીને હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.એ પછી તેમણે પોતાના ભાઈ સુનીલને મેસેજ કર્યો હતો કે, તુ પોલીસને જાણ કર.હું ડિપ્રેશનમાં છું.

જ્યારે સુનીલ ફ્લેટ પર પહોંચ્યો ત્યારે અંદરનુ દ્રશ્ય જોઈને હેરાન થઈ ગયો હતો.અંદર લાશો પડી હતી અને સાથે એક ડાયરી મળી હતી અને તેમાં લખ્યુ હતુ કે હવે કોરોના નહી....ઓમિક્રોન બધાને મારીનાંખશે.. હવે મૃતદેહો ગણવા નથી. મારી બેદરકારીના કારણે હું કેરિયરના એ પડાવ પર પહોંચ્યો છું જ્યાં બહાર આવવુ મુશ્કેલ છે..મારુ કોઈ ભવિષ્ય નથી એટલે હું મારા હોશ હવાસમાં પરિવારને ખતમ કરીને મારી જાતને પણ ખતમ કરવા જઈ રહ્યો છું.આ માટે બીજુ કોઈ જવાબદાર નથી.

ડોકટરે આગળ લખ્યુ હતુ કે, મારી બીમારીથી હું થાકી ગયો છું અને મને કોઈ ભવિષ્ય નજરે પડી રહ્યુ નથી.મારા પરિવારને હું મુસીબતમાં છોડીને જઈ શકુ તેમ નથી.મારી આંખોની બીમારીની સારવાર શકય નથી અને તેના કારણે હું આ પગલુ ભરી રહ્યો છું.

મળતી વિગતો પ્રમાણે ડો.સુશીલ રામા ડિપ્રેશનમાં હતો પણ તેની પાછળનુ કારણ હજી ખબર નથી પડી.પરિવારને મોતને ઘાટ ઉતારીને ડોકટર ફરાર થઈ ગયો છે.