દિગ્ગજ કંપની paytmના શેરનુ નબળુ લિસ્ટિંગ, રોકાણકારોને કરોડો રુપિયાનુ નુકસાન

દિગ્ગજ કંપની paytmના શેરનુ નબળુ લિસ્ટિંગ, રોકાણકારોને કરોડો રુપિયાનુ નુકસાન

નવી દિલ્હી,તા.18.નવેમ્બર,2021

દિગ્ગજ ફાઈનાન્સિયલ ટેકનોલોજી કંપની પેટીએમ શેરના નબળા લિસ્ટિંગથી રોકાણકારોને કરોડો રુપિયનુ નુકસાન થયુ છે.

સ્ટોક એક્સ્ચેન્જ પર આ શેર 1950 રુપિયાના ભાવે લિસ્ટ થયો છે.જ્યારે તેની ઈશ્યૂ પ્રાઈઝ 2150 રુપિયા હતી.આમ તે 9 ટકા ડિસ્કાઉન્ટથી લિસ્ટ થયો હતો.લિસ્ટિંગ સમયે તેની માર્કેટ કેપ 1.26 લાખ કરોડ રુપિયા થઈ છે.

આ આઈપીઓને દેશના સૌથી મોટા આઈપીઓ તરીકે ગણાવાતો હતો પણ રોકાણકારોએ તેને સારો પ્રતિસાદ આપ્યો નથી.છેલ્લા દિવસે તો આ આઈપીઓ માંડ માંડ સબસ્ક્રાઈબ થયો હતો.જોકે હવે શેરના ભાવમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

લિસ્ટ થયા પછી પણ શેરના ભાવ ગગડ્યા હતા અને એક તબક્કે 1616 રુપિયા પહોંચી ગયા હતા.ગ્રે માર્કેટ પ્રિમિયમમાં ઘટાડો અને છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટ સેન્ટીમેન્ટ નબળુ પડ્યુ હોવાથી આ આઈપીઓનુ લિસ્ટિંગ સારુ નહીં રહે તેવુ અનુમાન જાણકારો લગાવી રહ્યા હતા અને તે સાચુ પડ્યુ છે.

Share: