અંતરીક્ષ યાત્રી ગ્લેન ડિ વ્રાઈજનું વિમાન દુર્ઘટનામાં અવસાન, જેફ બેજોસના બ્લૂ ઓરિજિન દ્વારા ભરી હતી ઉડાન

અંતરીક્ષ યાત્રી ગ્લેન ડિ વ્રાઈજનું વિમાન દુર્ઘટનામાં અવસાન, જેફ બેજોસના બ્લૂ ઓરિજિન દ્વારા ભરી હતી ઉડાન


– ડી વ્રાઈજે 1999ના વર્ષમાં મેડિડાટા સોલ્યુશન્સ કંપનીની સ્થાપના કરેલી જે વિશ્વનું સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ક્લિનિકલ રિસર્ચ પ્લેટફોર્મ ગણાય છે

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2021, શનિવાર

અભિનેતા વિલિયમ શૈટનર સાથે ગત મહિને અંતરીક્ષની યાત્રા કરનારા એક બિઝનેસમેનનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટના અમેરિકાના ઉત્તરી ન્યૂજર્સીના એક જંગલી વિસ્તાર ખાતે ઘટી હતી અને રાજ્ય પોલીસને તેની જાણ કરવામાં આવી છે. એક વખત અંતરીક્ષ યાત્રા કરી ચુકેલા ન્યૂયોર્કના રહેવાસી 49 વર્ષીય ગ્લેન ડી વ્રાઈજ અને હોપાટકાંગના રહેવાસી 54 વર્ષીય થોમસ પી ફિશર એક એન્જીનવાળા નાના વિમાન સેસના 172 દ્વરા ગુરૂવારે ઉડાન ભરી રહ્યા હતા અને તે વિમાન જંગલોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

આ દુર્ઘટનામાં બંને લોકોના મોત થયા છે. ડી વ્રાઈજ એક ખાનગી પાયલોટ હતા અને ફિશર વિમાન પ્રશિક્ષણ શાળાના માલિક હતા. અધિકારીઓએ વિમાન કોણ ઉડાવી રહ્યું હતું તે અંગે કોઈ જાણકારી નથી આપી. ડી વ્રાઈજે 13 ઓક્ટોબરના રોજ બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ અંતરીક્ષ યાનમાં 90 વર્ષીય કેનેડીયન અભિનેતા શૈટનર અને અન્ય 2 લોકો સાથે અંતરીક્ષ સુધીની 10 મિનિટની ઉડાન ભરી હતી.

બ્લૂ ઓરિજિને જ્યારે અંતરીક્ષ યાત્રા માટે ડી વ્રાઈજની પસંદગી કરી ત્યારે તેમની પ્રોફાઈલની જાણકારી પણ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ડી વ્રાઈજે 1999ના વર્ષમાં મેડિડાટા સોલ્યુશન્સ કંપનીની સ્થાપના કરેલી જે વિશ્વનું સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ક્લિનિકલ રિસર્ચ પ્લેટફોર્મ ગણાય છે. તેઓ ફ્રાંસીસી સોફ્ટવેર કંપની ડસોલ્ટ સિસ્ટમ્સમાં લાઈફ સાયન્સીઝ એન્ડ હેલ્થકેરના ઉપાધ્યક્ષ હતા જેણે 2019માં મેડિડાટાનું અધિગ્રહણ કર્યું હતું. તેમણે પિટ્સબર્ગ ખાતે કાર્નેગી મેલન વિશ્વવિદ્યાલયના ટ્રસ્ટી તરીકે પણ કામ કરેલું છે. 

Share: