42 ફૂટની બ્રહ્મોસ પહોળા રસ્તા વગર બોર્ડર સુધી કેવી રીતે પહોંચશે? ચાર ધામ રોડ પ્રોજેક્ટ માટે સુપ્રીમમાં સરકારની દલીલ

42 ફૂટની બ્રહ્મોસ પહોળા રસ્તા વગર બોર્ડર સુધી કેવી રીતે પહોંચશે? ચાર ધામ રોડ પ્રોજેક્ટ માટે સુપ્રીમમાં સરકારની દલીલ

નવી દિલ્હી,તા.12.નવેમ્બર,2021

ઉત્તરાખંડમાં ચાર ધામને જોડતો 900 કિલોમીટરના રોડનો પ્રોજેક્ટ માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ વ્યૂહાત્મક રીતે પણ મહત્વનો છે.

આ યોજનાનો હેતુ તમામ પ્રકારની સિઝનમાં વાહન વ્યવહાર ચાલુ રહે તે માટેનો છે અને તેના માટે રસ્તો પહોળો બનાવવામાં આવનાર છે.જોકે પર્યાવરણ અને ભૂ સ્ખલનના મુદ્દાને આગળ ધરીને તેની સામે એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાંપિટિશન કરી છે.

જેની સુનાવણી દરમિયાન આજે સરકારે રોડ પ્રોજેક્ટની ફેવરમાં દલીલ કરીને કહ્યુ હતુ કે, આ એવા દુરગ્મ વિસ્તારો છે જ્યાં સેનાએ ભારે વાહનો, મશિનરી, હથિયાર, મિસાઈલ ટેન્ક અને સૈનિકોની હેરફેર કરવાની હોય છે.ભારતની બ્રહ્મોસ મિસાઈલ 42 ફૂટ લાંબી છે અને તેના લોન્ચર લઈ જવા માટે મોટા વાહનોની જરુર પડતી હોય છે.જો સેના પોતાના હથિયારો અને વાહનોને ઉત્તરાખંડ સાથે જોડાયેલી ચીન સરહદ સુધી નથી લઈ શકતી અને યુધ્ધ થયુ તો સૈનિકો લડશે કેવી રીતે…

ભારત સરકારના એટોર્ની જનરલ વેણુગોપાલે કોર્ટને કહ્યુ હતુ કે, સેના પાસે હથિયાર નહીં હોય તો તે ખતરાનો સામનો કેવી રીતે કરશે…ભારતીય સેનાને કોઈ પણ પ્રકારની સ્થિતિમાં ખુલ્લા રહી શકે તેવા રોડની જરુર છે.આ પ્રોજક્ટના ભાગરુપે ભૂ સ્ખલનની રીતે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે વિશેષ તકેદારી લેવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે, બોર્ડર સુધી પહોંચવા માટે પહાડોને ક્રોસ કરીને જ પહોંચી શકાય તેમ છે.

Share: