ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચમાં રોહિત શર્મા કેપ્ટન, સીરીઝ માટે ભારતીય ખેલાડીઓની થઈ જાહેરાત

ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચમાં રોહિત શર્મા કેપ્ટન, સીરીઝ માટે ભારતીય ખેલાડીઓની થઈ જાહેરાત

મુંબઇ, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

ટી-20 વર્લ્ડ કપ બાદ  ન્યુઝીલેન્ડ સામેની 17મી નવેમ્બરથી શરૂ થનારી સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે રોહિત ટી20માં ટીમની કમાન સંભાળશે.

વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા જ પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલ અજિંક્ય રહાણે પહેલાની જેમ જ ટીમનો વાઈસ કેપ્ટન રહેશે.

ભારત-ન્યુઝીલેન્ડ સીરીઝનો કાર્યક્રમ

17 નવેમ્બર – 1લી T20 (જયપુર)

19 નવેમ્બર – બીજી T20 (રાંચી)

નવેમ્બર 21 – ત્રીજી T20 (કોલકાતા)

પ્રથમ ટેસ્ટ- 25-29 નવેમ્બર (કાનપુર)

બીજી ટેસ્ટ – ડિસેમ્બર 3-7 (મુંબઈ)

ટીમ ઇન્ડિયા

– રોહિત શર્મા (કેપ્ટન)

– કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)

– ઋતુરાજ ગાયકવાડ

– શ્રેયસ ઐયર

– સૂર્યકુમાર યાદવ

– રિષભ પંત

– ઈશાન કિશન

– વેંકટેશ ઐયર

– યુઝવેન્દ્ર ચહલ

– રવિચંદ્રન અશ્વિન

– અક્ષર પટેલ

– અવેશ ખાન

– ભુવનેશ્વર કુમાર

– દીપક ચાહર

– હર્ષલ પટેલ

– મોહમ્મદ સિરાજ

Share: