×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નફરતથી ભરેલા લોકોને માફ કરો ટીમ ઇન્ડિયાને બચાવો, કોહલીના સમર્થનમાં આવ્યાં રાહુલ ગાંધી

 

નવી દિલ્હી, તા. 2 નવેમ્બર 2021, મંગળવાર

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની સતત બે મેચમાં હાર થતાં દેશમાં કોહલીની કેપ્ટનશીપને લઇને ચર્ચાએ જોર પકડ્યુ છે. સોશિયલ મીડિયા પર કોહલીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિવારને ધમકી આપવામાં આવી રહીં છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યાં છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે,કોહલીને અપીલ છે કે આ તમામ લોકો (ટ્રોલર્સ) નફરતથી ભરેલા છે, જેમને કોઇ પ્રેમ નથી કરતાં, તેમને માફ કરી દો. તમે ટીમને બચાવો. પાકિસ્તાનની સામે ટીમ ઇન્ડિયાની હાર થઇ ત્યારે મોહમ્મદ શમીને નિશાન બનાવામાં આવ્યો હતો, ત્યારે પણ રાહુલ ગાંધીએ તેના સપોર્ટમાં આવ્યા હતા. 

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીને સોશિયલ મીડિયામાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જોકે સૌથી ખરાબ વાત તો એ છે કે વિરાટ કોહલીની  10 મહિનાની દીકરીને પણ કેટલાક યુઝર્સે આપત્તીજનક ટીપ્પણી કરી હતી.